________________
૩૭૦ :
ન હશન એ વાત સારી પેઠે કહેવામાં આવી છે કે “કર્મ” જડ છતાં જીવના-ચેતનના વિશિષ્ટ સંસર્ગથી એનામાં એવી શક્તિ પેદા થાય છે, જેથી તે પોતાના સારા–બુરા વિપાકે નિયત સમય પર જીવ પર પ્રગટ કરે છે. જીવ માત્ર ચેતન છે અને એ ચેતનના સંબંધ વગર જડ કર્મ ફલ દેવામાં સમર્થ નથી. ચેતન જેવાં કર્મ કરે છે તદનુસાર તેની તેવી બુદ્ધિ થાય છે. જેથી બુરાં કર્મનાં બુરાં ફળની ઈચ્છા ન હોવા છતાં એ એવું કામ કરી બેસે છે, જેથી તેને પિતાના તે કર્મના અનુસાર ફળ મળી જાય છે. કર્મ કરવું એક વાત છે અને ફળ ન ચાહવું બીજી વાત છે. કરેલ કર્મનું ફળ ન ચાહવા માત્રથી મળતું અટકી જતું નથી. સામગ્રી એકઠ્ઠી થઈ કે કાર્ય આપઆપ થવા લાગે છે. દાખલા તરીકે, એક માણસ તાપમાં ફરે છે. ગરમ ચીજ ખાય છે અને એમ ચાહે કે મને તરસ ન લાગે, તે શું તરસ લાગ્યા વગર રહે ખરી? તાત્પર્ય એ છે કે જીવના અધ્યવસાય પ્રમાણે વિચિત્રદ્રવ્યયેગાત્મક “સંસ્કાર” તેનામાં પડી જાય છે, જેને કર્મબન્ધ કહેવામાં આવે છે, જે ચેતન જીવના સંગે બળ પામેલ હે પોતાનાં ફળ જીવ પર પ્રગટ કરે છે. આમ કર્મથી પ્રેરાઈ જીવ કર્મના ફળ ભેગવે છે. આ પ્રમાણે કર્મવાદી જૈનેનું મન્તવ્ય હોવાથી તેમને જીવને તેનાં કર્મોનાં ફળ ભેગવાવવામાં ઈશ્વર-પ્રેરણ માનવાની જરૂર
* न कर्तृत्व न कर्माणि लोकस्य सृजति प्रभु । न कर्मफलसयोग स्वभावस्तु प्रवर्तते ।।
ભગવદગીતા, ૫ અધ્યાય, ૧૪ મો ક! અર્થાત ઈશ્વર લેકેનું કર્તાપણું કરતો નથી, લોકોને કર્મો કરાવતે નથી અથવા જીવોનાં કર્મો જ તે નથી, તેમ જ છાનાં કર્મો સાથે. ફળ જોડતો નથી, એટલે કે જીનાં કર્મોને ફળ દ્રા ગેરતા નથી, અથવા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org