________________
ચતુર્થ ખંડ
ઇશ્વરસિદ્ધિ માટે લાંબા પારાયણની જરૂર નથી. થોડામાં જ સમજી શકાય તેમ છે કે જેમ જગતમાં મલિન દર્પણની હયાતી છે, તેમ શુદ્ધ દર્પણની પણ હયાતી છે, અથવા જેમ મલિન સુવર્ણની હયાતી છે, તેમ શુદ્ધ સુવર્ણની પણ હયાતી છે; આ પ્રમાણે, અશુદ્ધ આત્માની હયાતી છે, તે શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માની વિદ્યમાનતા પણ ન્યાયઘટિત છે. મલિન દર્પણ ઉપરથી શુદ્ધ દર્પણનું અથવા મલિન સુવર્ણ ઉપરથી શુદ્ધ સુવર્ણનું અસ્તિત્વ પણ ખ્યાલમાં આવે છે, (અને વધુમાં સગી નજરે જોઈ શકાય છે), તેમ અશુદ્ધ આત્મા પરથી શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માનું અસ્તિત્વ હોવાની વાત પણ ખ્યાલમાં ઊતરી શકે છે. અશુદ્ધ વસ્તુ શુદ્ધ બની શકે છે, તેમ અશુદ્ધ આત્મા શુદ્ધ બની શકે છે. જેની અંશતઃ શુદ્ધિ જોવાય છે, તે પૂર્ણ શુદ્ધિ પણ સંભવિત છે, અને જ્યાં એ સધાઈ છે તે જ પરમાત્મા છે, અને જે એ સાધશે તે પરમાત્મા થશે. પરમાતમપદની પ્રાપ્તિ એ જ ઈશ્વરત્વનું પ્રકટીકરણ, એ જ ઈશ્વરપદ.
. (૧૪) આ જગત કઈ વખતે નવું બન્યું એમ નથી, તે હમેશાંથી છે. હા, એમાં પરિવર્તન થયા કરે છે. અનેક પરિવર્તન એવાં હોય છે કે જેમના હેવામાં માણસ વગેરે પ્રાણીવર્ગના પ્રયત્નને એગ હોય છે, અને અનેક પરિવર્તન એવાં હોય છે કે જેમાં કોઈના પ્રયત્નની અપેક્ષા રહેતી નથી. તે જડ તત્ત્વના તરહ તરહના સંગાથી, કુદરતી પ્રગોથી બનતાં રહે છે. દાખલા તરીકે, માટી, પથ્થર વગેરે પદાર્થોના એકઠ્ઠા થવાથી નાના–મેટા ટેકરા યા પહાડનું બની જવું; અહીં તહીંના જલપ્રવાહના મળવાથી એમનું નદીરૂપે વહેવું; વનનાં વન વનસ્પતિરાજથી હરિયાળાં બનવાં વરાળનું પાણીરૂપે વરસવું અને ફરી પાછું પાણીનું વિરાળરૂપે બની જવું વગેરે વગેરે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org