________________
: ૩૬૮:
જૈન દર્શન પ્રબલ હોય, પણ દુઃખના વખતમાં તેમાં જરૂર ફેર પડે છે; કઠોર વિપત્તિના વખતે તેનું ઉછાંછળાપણું બધું હવા થઈ જાય છે. તેમાં વળી મરણની નેબત ! એ તે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ. એ વખતે તે કટ્ટરમાં કટ્ટર નાતિક પણ ગળગળે બની જાય છે, એની નાસ્તિકતા ગળી જાય છે, અને દુઃખના પંજામાંથી છૂટવા માટે કોને વીનવે, કેનું શરણ લેવું એની શોધમાં એની આંખ ઘૂમવા લાગે છે.
આત્મા, પુનર્જન્મ અને પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, પુણ્ય-પાપને કલપનાસભૂત મિથ્યા સમજવામાં આવે તે આધ્યાત્મિક જગતમાં યા સૃષ્ટિવ્યવસ્થામાં જીવનગતિના એક શ્રેષ્ઠ આધારથી વંચિત થવું પડે છે. સાત્વિક ઉત્કર્ષને યાત્રી પોતાની અનુભૂતિને ઉદૂબેધતાં કહે છે કે એ વિચાર કરતાંની સાથે જ કે “આત્મા નથી, ભગવાન નથી,” હદયની તમામ પ્રસન્નતા લૂંટાઈ જાય છે અને નૈરાશ્યનું ઘેર વાદળ તેના પર ફરી વળે છે.
આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મેક્ષ અને પરમાત્મા એ પંચક એવું છે કે એકને માનતાં બાકીનાં બીજાં બધાંય એની સાથે આવી જાય છે, અર્થાત્ એકને સ્વીકારતાં પાંચે સ્વીકારાઈ જાય છે અને એકને સ્વીકૃત ન કરતાં પાંચે અસ્વીકૃત થઈ જાય છે. આત્માને સ્વીકાર થયે કે પુનર્જન્મને સ્વીકાર થઈ જ ગયા. અએવ પુણ્યપાપરૂપ કમ ' પણ સાથે જ આવી ગયાં. આત્માની પૂર્ણ શુદ્ધિ એ જ મોક્ષ એટલે મેક્ષને સ્વીકાર પણ આત્માની સાથે જ આવી જાય, અને મોક્ષ એ જ ઈશ્વરતત્વ, અર્થાત્ પરમ શુદ્ધ મુક્ત આત્મા એ જ પરમાત્મા અને એ જ ઈશ્વર, એટલે ઈશ્વરવાદ પણ આત્મવાદમાં જ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org