________________
ચતુર્થ ખંડ
* ૩૬૭ : વાળામાં તેની રાગ-દ્વેષની વાસના ઓછી થતી જાય છે. આ રીતે તેને સમભાવ પિષાય છે અને તેને વિશ્વપ્રેમ વિકસતે જાય છે. દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના ભેદો વચ્ચે પણ તેનું દષ્ટિસામ્ય (દષ્ટિમાં સમભાવ) અબાધિત રહે છે. તે સમજે છે કે “મર્યા પછી આગામી જન્મમાં હું કયાં, કઈ ભૂમિ પર, ક્યા વર્ણમાં, કઈ જાતિમાં, કયા સંપ્રદાયમાં, કયા વર્ગમાં અને કઈ સ્થિતિમાં પેદા થઈશ તેનું શું કહી શકાય? માટે કઈ દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના તેમજ ગરીબ કે ઊતરતી પતિના ગણાતા માણસ સાથે અસદુભાવ રાખે, તેને હલકે કે હલકી નજરથી જોવે, મદ–અભિમાન કે દ્વેષ કર વાજબી નથી” આમ આત્મવાદના સિદ્ધાંતથી નિષ્પન્ન થતા ઉચ્ચ દષ્ટિસંસ્કારના પરિણામે આત્મવાદી કે પરલકવાદી સજજન કોઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં “ifuહતા: સમશનના મહાન વાક્યાથને પિતાના જીવનનું ધ્યેય બનાવે છે અને એમ કરી પહિતના સાધન સાથે પોતાના આત્મહિતના સાધનને વણ નાખવાના કાર્યમાં યત્નશીલ બને છે. - અનેક તાર્કિક મન ઈશ્વર અને આત્માના અસ્તિત્વ વિષે સંદેહ ધરાવતા હોય છે, પણ જ્યારે તેમના ઉપર કપરી આક્ત આવે છે અથવા તેઓ દારુણ વ્યાધિના શિકાર બને છે, ત્યારે તેમના હૃદયને તાર્કિક જેશ બધે નરમ પડી જાય છે અને તેમનું મન ઈશ્વરને (કેઈ અકળ અલખ ચેતનશક્તિને) સંભારવામાં મશગુલ બને છે. તેઓ તેના તરફ ઝુકે છે, તેને સ્મરે છે અને તેની આગળ પોતાની દુર્બળતા, અસહાયતા અને પાયપરાયણતા વારંવાર પ્રકટ કરી પોતાની સંપૂર્ણ દીનતા જાહેર કરે છે, અને આતુર હૃદયના ભક્તિપૂર્ણ ભાવથી તેનું શરણું માગે છે. માણસની માનસિક કટ્ટરતા ગમે તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org