________________
ચતુર્થ ખંડ
:૩૬૩:
પણ પૂર્ણાંકમ અનુસન્માન વિચારમાં લેતાં આવી બાબતના ખુલાસા થઈ શકે છે.
ગર્ભના આરંભથી લઈ જન્મ સુધી બાળકને જે કષ્ટ ભાગવવાં પડે છે તે ખધાં બાળકની કૃતિનાં પરિણામ છે યા તેનાં માતાપિતાની કૃતિઓનાં પરિણામ છે ? એ કોને બાળકની આ જન્મની કૃતિનાં પરિણામ કહી શકાય તેમ નથી, કેમકે એણે ગર્ભાવસ્થામાં તે સારું-જીરું કઈ પણ કામ કર્યું" નથી. અને જો માતાપિતાની કૃતિઓનાં પરિણામ કહેવામાં આવે તે તે પણ યુક્ત નથી, કેમકે માતા-પિતા સારું યા ખરાબ કામ કરે એનુ પરિણામ વિના કારણ બાળકને કેમ બેગવવુ પડે? અને ખળક જે કઈ સુખ-દુ:ખ ભાગવે છે તે એમ જ–વિના કારણ-ભગવે છે એમ તે માની શકાય જ નહિ કેમકે કારણ વિના કાર્યનુ થવું કે હાવુ' અસ'ભવ છે.
આ બધાં ઉદાહરણા પરથી માલૂમ પડી શકે છે કે આ જન્મમાં જોવામાં આવતી બહુવિધ લક્ષણુતાઓનું મૂળ માત્ર વર્તમાન જન્મમાં નથી; ન એ કેવળ મા-બાપના સંસ્કારનું જ પરિણામ છે, તેમજ ન કેવળ પરિસ્થિતિનું જ. માટે આત્માનુ અસ્તિત્વ ગર્ભાર બના સમયની અગાઉ પણ હતુ. એમ માનવુ ચેગ્ય જણાય છે. તે જ પૂર્વજન્મ. એ જન્મમાં ઇચ્છા-પ્રવૃત્તિદ્વારા જે કમ 'સ્કાર સંચિત થયા હાય તેમના આધાર પર વમાન જન્મ અને તગત વિશેષતાઓના ખુલાસા થઈ શકે છે. જે યુક્તિથી અગાઉને એક જન્મ સિદ્ધ થયા, તે જ યુક્તિના બળે તેની અગાઉના, અને તેની અગાઉના એમ અનેક
અન ંત ] જન્મ સાબિત થઈ જઇ શકે છે. અને એ જ પ્રમાણે આત્માના [ મહાવૃત આત્માના ] ભાવી જન્મ પણ સિદ્ધ થાય છે. "જન્મતાંની સાથે જ અશિક્ષિત બાળક સ્તનપાનમાં સ્વયં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org