________________
૩૬૨ :
જૈન દર્શન પ્રાપ્ત કરે ! આ બધું પૂર્વજન્મની સંસ્કારશક્તિના ફુરણ વગર ઘટે ?
એવાં પણ અનેક ઉદાહરણે આપણી સામે મેજૂદ છે કે માતાપિતા કરતાં તેમના બાળકની ગ્યતા બિલકુલ જુદા પ્રકારની હોય છે. અશિક્ષિત માબાપને પુત્ર શિક્ષિત, વિદ્વાન્ -મહાવિદ્વાનું બને છે. આનું કારણ કેવળ આસપાસની પરિસ્થિતિમાં જ પર્યાપ્ત નહિ થાય. જે એમ કહેવામાં આવે કે આ પરિણામ બાળકના અદ્ભૂત જ્ઞાનતંતુઓનું છે, તે એ પ્રશ્ન થાય કે બાળકને દેહ તે માતાપિતાનાં શુક્રશોણિતથી બનેલું છે, પછી તેમનામાં (માબાપમાં) અવિદ્યમાન એવા જ્ઞાનતંતુઓ બાળકના મસ્તિષ્કમાં આવ્યા ક્યાંથી? કવચિત્ કવચિત્ માતાપિતાના જેવી જ્ઞાનશક્તિ બાળકને દેખવામાં આવે છે ખરી, પણ ત્યારે એ પ્રશ્ન થાય કે એ સુગ મને શી રીતે ? અને એનું શું કારણ કે કોઈ માબાપની ગ્યતા ઘણું ઊંચી કક્ષાની હોય છે, અને એમને બાળક એમના અનેક પ્રયત્નો હતાંય સાધારણ બુદ્ધિને કે ગમાર રહી જાય છે.
આવા અનેક ઉદાહરણે વિચાર માંગે છે.
સાવધાનીથી ચાલનાર માણસના માથા પર ઉપરથી ઓચિંતું નળિયું, ઈટ કે પથરે પડ્યો અને એથી એને ગંભીર ઈજા થઈ, એ તકલીફ આવી પડવામાં એ માણસને કંઈ વાંક ? નહિ જ. વાંક વગર તકલીફ શું કામ? એક માણસે ખોટી રીતે વહેમાઈ ઉશ્કેરાઈ બીજા માણસના પેટમાં શસ્ત્ર હલાવી દીધું અને એથી એનું મરણ નીપજ્યું, એમાં એ મરનારને કંઈ જ વાંક? વસ્તુતઃ એ મરનારને ભલે તથા નિર્દોષ માનીએ તે આ પ્રાણાપહારક પ્રહારને ભેગ એને શું કામ થવું પડે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org