________________
* ૩૬૦ :
જૈન દર્શન નહિ. જે નિભાવે તે પ્રથમ દોષ રાજ્યને અને બીજે દોષ તે ઊંઘણશી સમાજને છે. સમાજનું અર્થોત્પાદન અને તેની યોગ્ય વહેંચણ થાય તે રાજ્ય અને સમાજે જવાનું છે. કઈ પણ ધર્મ, સમાજમાં પ્રવર્તતી આવી અંધાધુંધીને અનુમોદન આપી તેને ટકાવી શકે નહિ, તેમ જ તેવા ધનને ધર્મપ્રભાવના કરવાના ઇરાદે ધાર્મિક ગણાતા કાર્યમાં ઉપયોગ કરવા-કરાવવાથી તેવા ધનને ન્યાયપાજિત પ્રશસ્ત ધન તરીકે પ્રતિષ્ઠા આપી શકે નહિ. જે આપે છે તે ધર્મ, અનીતિ અને અનાચરણને પિષક બની જાય. ગૃહસ્થાશ્રમીને પહેલે સદ્દગુણ ધનોપાર્જન ન્યાયથી કરવું એ છે. ન્યાયથી કમાવું અને એમાંથી બની શકે તેટલું ધાર્મિક કાર્યમાં ખરચવું એ જ પ્રશસ્ત અને પુણ્યમાર્ગ છે. ધાર્મિક કાર્યમાં ખરચવા માટે કે ધર્મ પ્રભાવના કરવાના ઈરાદે તેવાં મેટાં કાર્યો કરવા માટે સારા-નરસા કઈ રસ્તે ધન ભેગું કરવા મંડી પડવું એ ખોટું છે, એ શ્રેયસ્કર નથી. શાસકારોને એ સ્પષ્ટ ઉપદેશ છે કે ધર્મ માટે ધનની ઈચ્છા કરવી તે કરતાં તે ઈચ્છા ન કરવી એ જ વધારે સારું છે. કાદવમાં પગ નાખી પછી દેવે તેના કરતાં કાદવમાં પગ નાખવે નહિ એ જ સારું છે. સમજવું સુગમ છે કે ધાર્મિક કાર્યો ન્યાયપાર્જિત દ્રવ્યથી
*धर्मार्थं यस्य वित्तेहा वर तस्य निरीहता। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ॥
(મહાભારત, વનપર્વ ૩, અધ્યાય ૨, શ્લેક ૪૯) આ શ્લેકનું બીજુ ચરણ
“તરાની રીલી” એવુ પણ મળે છે.
આચાર્ય હરિભદ્ર અને આચાર્ય હેમચંદ્રના ગ્રંથમાં આ શ્લેક શ્રયતાથી ઉદ્દધૃત કરાયેલો નજરે પડે છે. જૈન સાહિત્યમાં આ શ્લેક સારે પ્રચલિત છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org