________________
ચતુર્થ ખંડ
: ૬૫૯ : નીતિ અને ધર્મના માર્ગ પર ચાલનારાઓમાં કેટલાક દરિદ્ર અને દુઃખી દેખાય છે. આમ થવાનું શું કારણ? “કરણી તેવું ફળ” ક્યાં? આને ખુલાસો વર્તમાન જન્મ સાથે પૂર્વ જન્મનું અનુસંધાન વિચારતાં આવી શકે છે. પૂર્વ જન્મના કર્મસંસ્કાર અનુસાર વર્તમાન જિંદગી ઘડાય છે અને વિશેષ પરિસ્થિતિઓ ઊપજે છે; એ જ પ્રમાણે વર્તમાન જિંદગી અનુસાર ભવિષ્ય જિંદગીની નિષ્પત્તિ થાય છે. અર્થાત્ પૂર્વ જન્મના કર્મસંસ્કારોનાં પરિણામ વર્તમાન જિંદગીમાં પ્રગટ થાય છે, અને વર્તમાન જિંદગીના કર્મ સંસ્કારોનાં પરિણામ ભવિષ્ય જિંદગીમાં પ્રગટ થાય છે. એમ શું નથી બનતું કે કેટલાક બદમાશ, લૂંટારા અને ખૂની ઘેર અપરાધ કરીને એવા ગુપ્ત રહી જાય છે કે તેઓ ગુનાની સજાથી બચી જાય છે,
જ્યારે બીજા નિરપરાધીઓને ગુના વગર ગુનાની ભયંકર સજા ભેગવવી પડે છે ! કેટલે અન્યાય? કરણી તેવું ફળ ક્યાં ? પણ એ બધી ગુંચવણ પુનર્જન્મ કે પૂર્વજન્મના સિદ્ધાંત આગળ ઉકેલાઈ જઈ શકે છે. પૂર્વજન્મવિહિત વિભિન્ન અને વિચિત્ર કમેનાં વિભિન્ન અને વિચિત્ર પરિણામ વર્તમાન જન્મમાં ઉપસ્થિત થાય છે.
પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે અનીતિઅન્યાય, અત્યાચાર કરીને ધન ભેગું કરી તેવા ધનના બળે સાહેબી ભેગવનારને એમ ભેગવવાને નૈતિક કે ધાર્મિક દૃષ્ટિએ કશે હકક પ્રાપ્ત થાય છે. એવાઓએ મોટે ભાગે પોતાનું ધન સીધી રીતે કે પરંપરાએ ગરીબ અને પરિશ્રમિક વ્યવસાય કરનારાઓ પાસેથી છેતરીને અથવા લુંટીને-છળ યા બળથીમેિળવેલું હોય છે. આવું હોય ત્યાં કેઈ પણ સુરાજ્ય અથવા જાગ્રત સમાજ આવી પરિસ્થિતિ લાંબે વખત નિભાવી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org