________________
૧ ૩૫૮ :
જૈન દર્શન અજન્મા એવા શુદ્ધ આત્માને પણ ક્યારેક જન્મ ધારણ કરવાનું સંભવિત બની શકે છે એમ પણ માનવું પડે, અને એમ જે માનવું પડે તે ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ક્યારેક પા છે જન્મપાશ વળગવાનું સંભવિત બની જાય છે, અને એથી સ્થિર અને પૂર્ણ મુક્તિનું અસ્તિત્વ ઊડી જાય છે. આત્મા કેટલાક કાળ લગી જન્મ વગરને (દેહ ધારણ વિનાને) રહી પાછો ક્યારેક ફરી જન્મ ધારણ કરવાનું ચાલુ કરે છે આમ માનવું બંધબેસતું નથી. દેહધારણની પરંપરા ચાલે તે અખંડ રૂપે જ ચાલે, વચમાં ક્યારે પણ દેહની કડી તૂટ્યા વગર અવિચ્છિન્ન રૂપે જ ચાલે, અને એક વાર દેહને વળગાડ છૂટ્યો કે પછી એ હમેશાંને માટે છૂટી જાય છે. આ પ્રમાણે માનવું સંગત દેખાય છે.
એક જ માતાપિતાનાં સંતાનમાં અંતર માલુમ પડે છે. એટલું જ નહિ, એકસાથે જન્મેલ યુગલમાં પણ અંતર જોવામાં આવે છે. માબાપની ઠીકઠીક દેખભાળ હોવા છતાંય તેમનાં વિદ્યા, શિક્ષણ, બુદ્ધિ, ડહાપણુ, અનુભવ અને વર્તન વગેરેમાં ફરક પડી ગયેલું જોવાય છે. એ અંતરને ખુલાસે રજવાય અને વાતાવરણની વિભિન્નતા પર જ પર્યાપ્ત નહિ થાય. પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ પણ ત્યાં સ્થાન રાખે છે એમ માનવું બંધ બેસે છે. ઐહિક કારણે અવશ્ય પિતાની કૃતિ દાખવે છે, પરંતુ એટલેથી વિચારણા અટકતી નથી. એ કારણે પણ પિતાને હેતુ માંગે છે. એ કારણે પાછળ પણ ગૂઢ હેતુને સંચાર હોય તેમ કલ્પના આવે છે. મૂળ કારણની શોધ માટે વર્તમાન જિદગીના સંજોગોથી આગળ વધવું પડશે.
સંસારમાં એવા પણ માણસે જવાય છે કે જેઓ અનીતિ, અનાચારનાં કામ કરવા છતાં ધની અને સુખી હોય છે, જયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org