________________
: ૩૫૬ :
જૈન દર્શન મોસમમાં કેરીઓને જલદી પકાવવા માટે ઝાડ ઉપરથી તેડી ઘાસ વગેરેમાં દબાવી દેવામાં આવે છે, જેથી તે ઝાડ ઉપર પાકે તે કરતાં શીધ્ર પાકી જાય છે, તે પ્રમાણે કર્મને વિપાક ક્યારેક ક્યારેક નિયત સમયની પહેલાં પણ થઈ જઈ શકે છે. આ “ઉદીરણ” કહેવાય છે, જેને માટે પ્રથમ અપવર્તના” ક્રિયા દ્વારા કર્મની સ્થિતિને કમ કરી દેવામાં આવે છે. સ્થિતિ ઘટી જતાં કર્મ નિયત સમયની પહેલાં ઉદયમાં આવી જાય છે.
જ્યારે કોઈ માણસ પૂરું આયુષ્ય ભેગવ્યા વિના અસમયમાં જ મરી જાય છે ત્યારે એ મૃત્યુને લેકમાં “અકાલમૃત્યુ” કહેવામાં આવે છે. આમ થવાનું કારણ આયુષ્ય કર્મની ઉદીરણા થઈ ગઈ એ જ છે. અને ઉદીરણા અપવનાથી બને છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા કર્મોનાં સર્વદા ચાલ્યા કરે છે. ઉદિત કર્મની જ [ ઉદિત કર્મના વર્ગનાં અનુદિત કર્મ પુદ્ગલેની જ] ઉદીરણ હોય છે અને ઉદય હતાં ઉદીરણ પ્રાયઃ અવશ્ય હેય છે.
(૭) સંક્રમણ. એક કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીયકર્મ પ્રકૃતિરૂપ થઈ જવું એ “સંક્રમણ ક્રિયા છે. સંક્રમણ કર્મના મૂળ ભેદેમાં થતું નથી, અર્થાત્ અગાઉ ગણાવેલ કર્મોના (જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ) મૂળ આઠ ભેદેમાંથી એક કર્મ અન્યકર્મરૂપ થઈ શકતું નથી; કિન્તુ એક કર્મના અવાન્તર ભેદમાંથી એક ભેદ સ્વસજાતીય અન્યભેદરૂપ બની શકે છે. જેમકે સાતવેદનીય અસાતવેદનીયરૂપ અને અસાતવેદનીય સાતવેદનીયરૂપ બની જઈ શકે છે. યદ્યપિ સંક્રમણ સજાતીય પ્રકૃતિએમાં જ થઈ શકે છે, કિન્તુ એમાં પણ અપવાદ છે. જેમકે આયુષ્યકર્મના ચાર પ્રકારેનું પરસ્પર સંક્રમણ થતું નથી, નરકાદિનાં આયુષ્ય પૈકી જે આયુષ્ય બાંધ્યું હોય તે તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org