________________
ચતુર્થ ખંડ
: ૩૫૫ : એ વળી વધુ બુરાં કામ કરે અને એના આત્મપરિણામ વધુ કલુષિત બને તે આગળ બંધાયેલ એના અશુભ કર્મનાં સ્થિતિ રસ, એના બુરાં ભાવની અસર પામીને વધી જઈ શકે છે. તેમ જ અશુભ પરિણામોના જોરે શુભકમેનાં સ્થિતિ-રસ ઘટી જવા પામે છે. આ અપવર્તના-ઉદ્વર્તનાના કારણે કોઈ કર્મ જલ્દીથી ફળ આપે છે અને કોઈ મેડું. કેઈ કર્મ મંદફલદાયક બને છે, તે કઈ તીવ્રફલદાયક.
(૪) સત્તા. કમ બંધાયા પછી તરત ફળ ન આપતાં કેટલેક વખત સત્તારૂપમાં રહે છે એ વાત અગાઉ જણાવી છે. જેટલે વખત સત્તારૂપમાં રહેવું એને “અબાધાકાલ” કહેવામાં આવે છે. એ કાલ [ સ્વભાવિક ક્રમથી કે અપવર્તન દ્વારા શીઘ્ર] પૂરો થતાં કર્મ પિતાનું ફળ આપવા તત્પર થાય એ કર્મને
(૫) ઉદય કહેવાય. કર્મ નિયત કાળે ફળ આપવા તત્પર થાય એ ઉદય અને નિયત કાળની પહેલાં ફળ આપવા તત્પર થાય એ
(૬) ઉદીરણા કહેવાય. “અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવેલ કર્મને નિયતકાળ પ્રમાણેને ક્રમિક ઉદય તે ઉદય છે, અને તે ઉદયમાન કર્મનાં જે દલિક પછીથી ઉદયમાં આવવાવાળાં છે તેમને પ્રયત્નવિશેષથી ખેંચી ઉદયપ્રાપ્ત દલિકે સાથે ભેળવવાં અને ભેગવવાં તે • ઉદીરણા છે. જેમ કેરીની
* કર્મ બંધાયા પછી જેટલા વખત સુધી બાધા (ઉપાધિ) ન પહોંચાડે અર્થાત ઉદયમાં ન આવે, શુભાશુભ ફળ આપવા તત્પર ના થાય તેટલા વખતને “અબાધાકાળ” કહેવામાં આવે છે. જે કર્મને જેટલે અબાધાકાળ હોય તે પૂરી થયા પછી તે કર્મ પિતાનું ફળ આપવાનું શરૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org