________________
: ૩૫૦ :
જેને દર્શન બંધાય છે તેને સ્થિતિમાં કમ હોય છે, અર્થાત્ કર્મમાત્ર ના સ્થિતિબન્ધની ન્યૂનાધિકતા કષાયની ન્યૂનાધિક માત્રા પર અવલંબિત છે. કષાય એટલે તીવ્ર, કઈ પણ (શુભ યા અશુભ) કર્મપ્રકૃતિને સ્થિતિબન્ધ તેટલે અધિક બંધાય અને કષાય એટલે મન્દ, કેઈ પણ (શુભ યા અશુભ) કર્મપ્રકૃતિને સ્થિતિબન્ધ તેટલે કમ બંધાય. કર્મમાત્રને ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ અશુભ છે.
પણ અનુભાવબન્ધની (રસની) બાબત જુદી રીતની છે. તે આ પ્રમાણેઃ કષાયની તીવ્રતાના સમયે અશુભ કર્મપ્રકૃતિને રસ અધિક બંધાય, પણ શુભ કર્મપ્રકૃતિને રસ કમ બંધાય. અને કષાયની મદતાના સમયે શુભ કર્મપ્રકૃતિને રસ અધિક બંધાય, અને અશુભ કર્મપ્રકૃતિને રસ મન્દ બંધાય. કષાય એટલે તીવ્ર, અશુભ કર્મપ્રકૃતિને રસબન્ધ તેટલે અધિક બંધાય અને શુભ કર્મપ્રકૃતિને રસબન્ડ તેટલે કમ બંધાય, અને કષાય એટલે મન્દ, શુભ કર્મપ્રકૃતિને રસબેન્ક તેટલે અધિક બંધાય અને અશુભ કર્મ પ્રકૃતિને રસબન્ધ તેટલે મન્દ બંધાય. મતલબ કે તીવ્ર કષાયથી અશુભ કર્મપ્રકૃતિમાં તીવ્ર રસ અને શુભ કર્મપ્રકૃતિમાં મન્દ રસ આવે છે અને મન્દ કષાયથી શુભ કર્મપ્રકૃતિમાં તીવ્ર રસ અને અશુભ કર્મપ્રકૃતિમાં મન્દ રસ આવે છે. શુભ કમને ઉત્કૃષ્ટ રસબન્ધ શુભ છે.
એ વાત અનેક વાર કહેવાઈ ગઈ છે કે કર્મવર્ગણાનાં પગલે જીવ સાથે બંધાયા પહેલાં “કમ” કહેવાતાં નથી. પણ જ્યારે એ જીવથી ગ્રહણ કરાય છે ત્યારે તે જ વખતે (ગ્રહણ થતાંની સાથે જ) એ કામિક પુદગલમાં વિચિત્ર જેશ આવી જાય છે અને જીવના કષાયરૂપ પરિણામેનું નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org