________________
ચતુર્થ ખંડ
* ૩૪૯ ?
મન્દ એમ બે પ્રકાર છે. આ બન્ને પ્રકારના રસબન્ધ શુભ, અને અશુભ બન્ને કર્મપ્રકૃતિઓમાં નિષ્પન્ન થાય છે. અશુભ પ્રકૃતિના અનુભાવ (રસ)ને લીમડા જેવા કડવા રસની ઉપમા અપાય છે, અર્થાત્ જેમ લીમડાને રસ કડ હોય છે તેમ અશુભ પ્રકૃતિને રસ બુર-દુઃખરૂપ હોય છે, અને શુભ પ્રકૃતિના રસને શેરડી જેવા મીઠા રસની ઉપમા અપાય છે, અર્થાત્ જેમ શેરડીને રસ મીઠે હોય છે તેમ શુભ પ્રકૃતિને રસ સારો–સુખદાયક હોય છે.
ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયમાં રાગ-દ્વેષ આદિને સમાવેશ થઈ જાય છે. એ ચાર કષાયે પૈકી દરેકના (અગાઉના જણાવ્યા મુજબ) ચાર ચાર ભેદ છેઃ - ૧ અનન્તાનુબધી, ૨ અપ્રત્યાખ્યાનાવરણ, ૩ પ્રત્યાખ્યાનાવરણ, ૪ સંજવલનઆમાં પહેલે કષાય, જે મિથ્યાત્વને સાથી છે, સમ્યગ્દષ્ટિને અવધનાર છે, બીજે દેશવિરતિ(આંશિક ચારિત્ર)ને, ત્રીજો સર્વવિરતિ ચારિત્રને અને ચોથે વીતરાગ ચારિત્રને૪. પહેલા કષાય અત્યન્ત તીવ્ર, બીજે તીવ્ર, ત્રીજે મધ્યમ અને એ મન્દ એમ સમજી શકાય. * કષાયની તિવ્રતાના સમયે જે કઈ કર્મપ્રકૃતિ-શુભ કે અથભ-બંધાય છે તેને સ્થિતિબન્ધ અધિક હોય છે, અને કષાયની મન્દતાના સમયે જે કંઈ કર્મપ્રકૃતિ-શુભ કે અશુભ
* આ સંજવલન આદિ ચાર ચાર પ્રકારના ક્રોધ આદિ કષાય અનુક્રમે વીતરાગતા, યતિધર્મ, દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિના ઘાતક છે, અને સ્વર્ગગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આપનારા છે
वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वधातकाः । ' તે વઢ-મનુષ્યત્વ-ઉતર્યાત્ર–નવકા: ..
(હેમચન્દ્ર, યોગશાસ્ત્ર, ૪-૮.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org