________________
ચતુર્થ ખડ
: ૩૪૫:
વાળા હાય અને તેને લીધે કાર્મિક પુદ્ગલા અને નિરંતર વળગતાં હાઈ, એ અમૂર્ત છતાં ભૂત જેવા બનેલા છે—હમેશાંથી મૂત્ત જેવી સ્થિતિ ધરાવતા છે. આ શરીરધારણ, ભવભ્રમણ્ અને સુખ-દુઃખ તથા વાસનામય જીવનપ્રવાહ એ બધાં જીવનાં છે. શરીરધારક જીવ છે, ભવભ્રમણકર્તા જીવ છે, સુખ-દુ:ખના વૈદક જીવ છે, વાસનાવાસિત જીવ છે. આ બધું-આ બધા વળગાડ–આ બધી ખટપટ અને અકારણ તે કેમ હાઇ શકે ? એટલે એની આ પરિસ્થિતિ અંગેનુ કારણ પણ એની સાથે જ સંબંધિત હેાય એ સમજવુ સુગમ છે. અને આ પરિસ્થિતિ એની અનાદિકાલની હાઈ એને અંગેના કારણુયાગ પણ એને અનાદિકાલથી લાગેલા હેાવા જોઇએ એ પણ સમજી શકાય છે. એ કારણુયાગ–મેહ, અવિદ્યા, માયા, વાસના, ક્રમ' જે કહા તે-એની સાથે અનાદિકાળથી વળગેલા હાઇ એ, ઉપર કહ્યું તેમ, અમૃત છતાં હંમેશાંથી મૂત જેવા છે, અને એને લીધે નિરતર કમ બધાયાદિની જ જાળમાં ફસાયેલા રહે છે, તેમ જ ભવચક્રમાં ભ્રમે છે.
ચેતનાશક્તિ-જ્ઞાનશક્તિ અમૃત છે, છતાં મદિરા વગેરેથી તેના પર આવરણુ પથરાય છે, તેમ આત્મા અમૃત છતાં તેની આવરયુક્ત દશા ઘટી શકે છે.
જેમ વાવેલ ખીજ તરત ન ઊગતાં એના વખત પર ઊગે છે, પીધેલ શરાબ તરત જ નશો ઉત્પન્ન ન કરતાં પરિણમ્યા બાદ ઉત્પન્ન કરે છે, તેમ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા એને જે કમ બંધાય છે તે અંધાયા પછી અમુક વખત વિત્યા બાદ પેાતાનુ ફળ બતાવે છે. ફળ બતાવવાના વખત ન આવે ત્યાં સુધી તે ક જીવ સાથે સત્તામાં અંતર્નિહિત રહે છે. કમ ઉદયમાં આવ્યુ એને અથ પેાતાનુ ફળ બતાવવા [ જીવને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org