________________
[૨૭] એ જ પ્રમાણે કર્મશાસ્ત્ર ઉપસ્થિત બુરી પરિસ્થિતિ–પિતાની કે બીજાની-હટાવવા માટે પુરતે પ્રયત્ન કરવાનું પણ ઉષે છે એને એ ઉલ્લેષ પિતાને અંગે સ્વહિત અને અન્યને અંગે કર્તવ્યરૂપ દયાધર્મ બજાવવાને ઉદ્ઘેષ છે. ઘરમાં આગ લાગી ત્યારે તેને હલાવવા પ્રયત્ન કરવાને બદલે માણસ બેઠે બેઠે ભગવાનને પ્રાર્થના કરે કે “હે ભગવાન! વરસાદ મોકલજે !” એ કેવું કહેવાય? ભગવાન પોતે પણ એવી વર્તણુક પસંદ કરે? “ God helps those, who help themselves." [ ઈશ્વર તેમને મદદ કરે છે જેઓ પોતાની જાતને મદદ કરે છે.]
દીન-હીન-દલિત-દુઃખીને અને બદમાશ, ગુંડા. લૂટારા, હત્યારાના સકંજામાં ફસાયેલાને તેના કર્મ પર છેડી દે એવું નૃશંસતાભર્યું કે કર્મશાસ્ત્ર કહે જ નહિ. તેવાને રાહત આપવા, તેમનાં કષ્ટ દૂર કરવા અથવા તેમને આફતમાંથી બચાવી લેવાના પ્રયત્ન કરવાનું જ કર્મશાસ્ત્ર ફરમાવે છે.
ઉપરથી નીચે પડેલા, શયાઘાતથી ઘાયલ થયેલા, સાપ વગેરેથી કરડાયેલા અથવા માંદગીમાં પટકાયેલા આપણું સ્વજન કે મિત્રને સાજો કરવા તાબડતોબ પ્રયત્ન આપણે કરીએ જ છીએ ને ! ત્યાં આપણે એમનાં પૂર્વકર્મને ગણકારીએ છીએ ? નહિ જ, તેમ દારિદ્રય, રુતા, અનાથતા, નિરાધારતાના દુઃખમાં અથવા પીડિત-તાડિત-પતિત-દલિત-શેષિત દશામાં આવી પડેલાઓને ઉદ્દધરવા પ્રયત્ન કરે એ આવશ્યક પુણ્ય રૂપ કર્તવ્ય છે, અને એવા દુ:ખાત તરફ ઉપેક્ષા ધરવી શક્તિ છતાં બેદરકારી પ્રકૃતિને લીધે, અથવા એમ સમજીને કે એ દુખિયે એનાં પૂર્વ કર્મોને લીધે છે, એ પાપ છે દુઃખાપત્તિમાં આવી પડેલાને ઉદુધરવા યથાયોગ્ય પ્રયત્ન કરવામાં આવે તે [ કર્મશાસ્ત્રના નિયમ મુજબ એનાં તે દુઃખદ કર્મો પર ફટકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org