________________
ચતુર્થ ખંડ
૪૩૪૩ અને કષાયના ( રાગ-દ્વેષના) બળે આત્માને ચુંટે છે. જીવને રાગ-દ્વેષની વાસના અનાદિકાળથી છે, શરીરધારણ અનાદિકાળથી છે, એટલે અનાદિકાળથી કર્મનાં ખેંચાણું અને બંધનના ચક્રમાં એ પડે છે. એ ચક્રનું જ નામ સંસાર કે સંસારચક્ર આમ કર્મના સંબંધના યેગે જીવ સંસારની વિવિધ એનિઓ (ગતિઓ)માં ભ્રમણ કરી રહ્યો છે. કર્મના સમગ્ર સંબંધથી જ્યારે એ મુક્ત થાય ત્યારે મુક્ત થયો કહેવાય. આ પ્રકારની મુક્તિ એ અંતિમ અને પૂર્ણ મુક્તિ છે. કર્મદલના અનંત વિસ્તારમાં મેહનું–રાગદ્વેષમેહનું-કામ, ક્રોધ, મદ, માયા, લેભ એ ટોળકીનું પ્રમુખ અને અગ્રિમ વર્ચસ્ છે. ભવચક્રને મુખ્ય આધાર એમના ઉપર છે. એ સમગ્ર દેના ઉપરી છે. સકલ કર્યતંત્ર પર એમનું અગ્રગામી પ્રભુત્વ અને નેતૃત્વ છે. એમનાથી મુક્તિ થઈ જાય તે સમગ્ર કર્મચકથી મુક્તિ થયેલી જ છે. એટલા જ માટે કહ્યું છે: “મુવતઃ વિજ કુતર” અર્થાત્ કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.
સંસારના નાનાવિધ પ્રાણીઓમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. વિવેક, બુદ્ધિ એને મળેલાં છે. એ જ્યારે પિતાની વિવેકબુદ્ધિને સદુપયેગ કરે છે અને સદાચરણના સન્માર્ગે ચાલે છે ત્યારે એના કર્મબન્ધનાં બળની કટુતા ઓછી થાય છે અને મિષ્ટતા વૃદ્ધિગામી બને છે. જીવનું પોતાનું ચૈતન્યબળ જ્યારે વિશિષ્ટ પ્રમાણમાં પુરુષાર્થ ફેરવતું થાય છે ત્યારે એનાં જૂનાં બંધાયેલાં કર્મો ખંખેરાતાં જવા સાથે નવા કર્મબન્ધ વળગવાનું ઉત્તરોત્તર ઘટતું જાય છે. જીવની આ પરિસ્થિતિ એ એની મેક્ષ તરફની પ્રગતિ કહેવાય.
સંસારવતી પ્રાણી ક્રિયારહિત હોતો નથી, છેવટે એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org