________________
કે ૩૩૪
જૈન દર્શન ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા ખેંચાઈ જીવને ચુંટે છે-જીવ સાથે બંધાય છે ત્યારે “કર્મ” સંજ્ઞાથી અભિહિત થાય છે. આમ, જીવબદ્ધ કાર્મિક ( “કર્મ રૂપે પરિણત) પુદ્ગલેને “કમ” કહેવામાં આવે છે. વિશેષ સમજુતી એવી છે કે જીવબદ્ધ કાર્મિક પુદ્ગલેને
વ્યકમ કહેવામાં આવે છે અને જીવના રાગદ્વેષાત્મક પરિણામને ભાવકર્મ'. જીવ (વિભાવ દશામાં) ભાવકર્મનો કર્તા છે, તેમ જ દ્રવ્યકર્મ કર્તા છે ભાવકર્મથી દ્રવ્યકમ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ એ બન્નેનો પરસ્પર કાર્યકારણભાવસંબંધ છેજેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ.૪
[૧૦] કર્મ પુદ્ગલે પહેલાં ખેંચાય અને પછી બંધાય. કર્મપુદ્ગલેને ખેંચી લાવવાનું કામ “ગ” [મન, વાણી અને શરીરની ક્રિયાઓ ] કરે છે, માટે એ “આસવ” કહેવાય છે; અને એને (એ કર્મ પુદ્ગલેને) આત્મા સાથે જ દેવાનું કામ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને કષાય કરે છે, માટે એ બંધના હેતુ
* જૈનેતર દર્શન-સંપ્રદાયમાં માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે શબ્દો “ કર્મ” માટે વ્યવહત છે. માયા, અવિદ્યા, પ્રકૃતિ એ ત્રણ શબ્દો વેદાન્ત દર્શનમાં મળે છે. “અપૂર્વ” શબ્દ મીમાંસાદર્શનને છે. “વાસના” શબ્દ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે (ગદર્શનમાં પણ એ શબ્દ વપરાયેલ છે.) “આશય” શબ્દ વેગ તથા સાંખ્યદર્શનમાં અને ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર એ શબ્દો નિયાયિક તથા વૈશેષિક દર્શનમાં પ્રચલિત છે. દેવ, ભાગ્ય, પુણ્ય-પાપ વગેરે અનેક શબ્દો એવા છે જે બધા દર્શનસંપ્રદાયમાં, આમજનતામાં સાધારણ રીતે વ્યવહત છે. જેલ્લાં દર્શન આત્મવાદી છે અને પુનર્જન્મને સ્વીકારે છે તે બધાં કર્મને માને છે, અને પુનર્જન્મની ઉત્પત્તિ પણ એથી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org