________________
: ૩૩૦ :
જૈન દર્શન અનિચ્છનીય દુષ્પરિણામ આવે તે તેને માટે તેણે પિતાના અજ્ઞાન કે અવિવેકીપણાને અથવા પોતાના લેબિયાપણાને દેષ દેવે જોઈએ. સંભાવ્ય-અસંભાવ્ય સારા-નરસા પરિણામને સમજવાની બુદ્ધિરૂપ વિવેક, કાર્યકારણના સંબંધને વિચાર્યા વગર કશું કાર્ય કરતા નથી, અને જ્યાં વિવેકબુદ્ધિને અભાવ હોય છે ત્યાં અન્ધશ્રદ્ધા, ગતાનુગતિકતા, દેખાદેખી કે અજ્ઞાનતા યા લેભલાલચ કામ કરતાં હોય છે. સમજવા છતાંય લેભાદિ દોષને વશ થઈ માણસ ઊંધું કામ કરે છે, જેના દુષ્પરિણામને ભેગ તેને થવું પડે છે.
[ ૭ ] માણસે કહે છે કે દાન, પૂજ, સેવા વગેરે કાર્યો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને કેઈને કષ્ટ પહોંચાડવાથી કે એની ઈચ્છા વિરૂદ્ધ કામ કરવાથી પાપ બંધાય છે. પરંતુ પુણ્ય પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી આ (બાહ્ય ક્રિયા) નથી કારણ કે કેઈને કષ્ટ પહોંચાડવા છતાં અથવા કેઈની ઈચ્છા વિરુદ્ધ કામ કરવા છતાં માણસ પુણ્યનું ઉપાર્જન કરી શકે છે. અને દાન, પૂજન વગેરે કરવા છતાં માણસ પુપાર્જન ન કરતાં પાપોપાર્જન કરી લે છે. એક પરોપકારી ચિકિત્સક
જ્યારે કોઈ પર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તે રોગીને જરૂર કષ્ટ પહોંચે છે, હિતૈષી માબાપ અણસમજુ છોકરાને એની ઈચ્છા વિરુદ્ધ ભણાવવા માટે જ્યારે પ્રયાસ કરે છે ત્યારે એ છેકરાને દુઃખ જેવું લાગે છે. પણ એટલા જ માત્રથી એ ચિકિત્સક અનુચિત કાર્ય કરનાર ગણુતે નથી, અને એ માબાપ દોષીત ગણાતાં નથી. આથી ઊલટું, જ્યારે કોઈ, ભેળા માણસોને ઠગવાના ઈરાદે અથવા કેઈ તુચ્છ આશયથી દાન, પૂજન વગેરે ક્રિયા કરે છે ત્યારે તે પુણ્યને બદલે પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org