________________
ચતુર્થ ખંડ
= ૩૩૧ : બાંધે છે. માટે પુણ્ય-પાપના ઉપાર્જનની સાચી કસોટી કેવલ ઉપરઉપરની ક્રિયા નથી, પણ એની યથાર્થ કટી કર્તાને આશય છે. શુભ આશયથી જે કામ કરવામાં આવે છે તે પુણ્યનું નિમિત્ત અને બુરા આશયથી જે કામ કરવામાં આવે છે તે પાપનું નિમિત્ત થાય છે. પુણ્ય-પાપની આ કસેટી બધાને કબૂલ છે કેમકે “જાતૃશ માવના કશ સિદ્ધિર્મવતિ તારો” એ સિદ્ધાન્ત સર્વ માન્ય છે. પરન્ત શુભ આશય હોવા છતાંયે વિચારમૂઢ માણસની પ્રવૃત્તિ બેવકૂફીભરેલી અને અનિષ્ટરૂપ તથા પાપબન્ધક હોઈ શકે છે. અતઃ શુભ આશયથી કરાતા કાર્યમાં પણ સાવધાની અને વિવેકબુદ્ધિની ખાસ જરૂર છે. ઉપગમાં [ અપ્રમત્તભાવમાં] ધર્મ મનાય છે અને વિવે સામો નિધિ છે. એમાં ખામી હોય તે લાભને બદલે હાનિ સંભાવ્ય છે.
[૮] સાધારણ માણસ એમ સમજી બેઠા છે કે અમુક કામ ન કરવાથી, પ્રવૃત્તિમાત્રને ત્યજી દેવાથી આપણને પુણ્યપાપને લેપ નહિ લાગે. તેઓને એ ખ્યાલ બંધાયેલ હોય છે કે શુભ ( હિતકારક) કાર્યો કરવાથી પુણ્ય કર્મ બંધાય છે, જે સેનાની બેડીરૂપ છે અને અશુભ (અહિતકારક) કાર્યો કરવાથી પાપ કર્મ બંધાય છે, જે લેઢાની બેડીરૂપ છે એટલે કે શુભ યા અશુભ ગમે તે કાર્ય કરવાથી કર્મબન્ધ તે થાય છે, અને આત્માની મુક્તિ તે કમરૂપી બેડીના બન્શનથી છૂટકારો મેળવ્યાથી સધાય છે, એ સિવાય નહિ. આવા ખ્યાલથી તેઓ પોતાની જરૂરીઆત પૂરી પાડવા પૂરતી પ્રવૃત્તિઓ સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ છેડી દે છે અને અકર્મય બની મેક્ષની વાટ જોતા બેસી રહે છે. આળસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org