________________
: ૩૨૮ :
જૈન દર્શન યા ઉન્નતિ સાધવા માટે ઉદ્યમ કરીને કર્મના જ કાયદાને માન આપી બની શકે તેટલે લાભ ઉઠાવવા માંગીએ છીએ.
કઈ અસહાય કે નિરાધાર માણસ ઉપર આપત્તિ આવી પડી હોય અથવા તેના ઉપર અન્યાય ગુજરતે હોય તે પ્રસંગે તેને પૂર્વભવને દોષ કાઢવા ન રેકાતાં તેની મદદે સત્વર દોડી જવું એ કર્તવ્ય બને છે. કેઈ દુઃખાક્રાન્તને જોઈ તેના ઉદ્ધાર માટે પ્રયત્ન ન કરતાં એને એના કર્મ ઉપર છોડી દે એ પાપ છે. ધર્મશાસ્ત્ર કે કર્મશાસ્ત્ર કર્મવાદના આધાર પર લમણે હાથ દઈ બેસી ન રહેતાં કર્મને-કર્મની અસરને તેડવા પ્રયત્ન કરવાનું જણાવે છે. માણસ ગર્ભમાં આવે છે, જમે છે ત્યારથી જિંદગી પર્યન્ત તે બીજાના સહકાર અને સાહાચ્ય પર જ જીવે છે. આમ માણસજાત એક કુટુંબ પરિવાર જેવી છે અને પરસ્પર માનવીય સનેહે હળીમળી રહેવામાં અને એકબીજાને મદદ કરવામાં એની સુખશાનિત રહેલી છે, એમાં એને ઉદય તથા વિકાસ છે. નિપટ સ્વાર્થી બની પિતાનું પકડી બેસી રહેવું, આપમતલબી બની બીજાની તરફ બેદરકારી સેવવી, નિષ્ફરતા ધરાવવી એ આધ્યાત્મિક શાસનમાં ગુને છે.
જન્માન્તરવાદ કે કર્મવાદ એ નિરુદ્યમવાદ કે આલસ્યવાદ નથી, પણ એગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્ન કરવાને નિર્દેશ કરતે ઉપગી વાદ છે. જે કહે છે કે પેશ્ય પુરુષાર્થ કરી કર્મનાં આવરણેને ભેદી માણસે આગળ પ્રગતિ કરવી જોઈએ અને પ્રગતિમાં આગળ વધી પૂર્ણ મેક્ષ મેળવે જોઈએ. જન્માક્તરનું અનુસંધાન કરવું એ કર્મવાદના કર્મનું કાર્યક્ષેત્ર છે, પણ એ અણુસુધરેલ હોય તે એને સુધારવાનું કાર્ય કરવાનો, તેમજ અનિષ્ટ કર્મમાં કે કર્મોદયમાં પલટો આણવાને માણસના હાથમાં અવકાશ પણ છે એમ કમ શાસ્ત્રનું નિવેદન છે. .
. . . . . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org