________________
ચતુર્થ ખંડ
: ૩૨૭ : રાક મારતે પૂરાં પાડવાનું ચૂકી આરોગ્ય ગુમાવવું અને શક્તિહીન બની જવું, જુગાર કે સટ્ટાને રવાડે ચડી જઈ પૈસા ગુમાવી દરિદ્ર બની જવું, મજશેખમાં પડી અથવા કુરૂઢિને વશ થઈ આવક કરતાં વધુ ખર્ચ કરી કરજદાર બનવું, આળસ કે મોજમજામાં પડી પિતાના ભણતરને ઠીક ઠીક પાકું ન કરવું અને પરીક્ષામાં નાપાસ થવું, શારીરિક રોગની કુશલ વૈદ્ય કે ડેકટર પાસે ચિકિત્સા ન કરાવતાં ભૂત-પ્રેતના વહેમમાં પડી માંદા માણસની જિન્દગી મેતના ભયમાં મૂકી દેવી અને એ બધાંને દોષ કેવળ “પૂર્વકર્મ” ઉપર નાખવે એ બૌદ્ધિક જાદ્ય સૂચવે છે. એ પ્રકારના દોષે પિતાનાં એ મૂર્ખાઈભરેલાં વર્તન ઉપર કે પોતાની વિચારહીનતા ઉપર નાખવા જોઈએ, અને એમાંથી એગ્ય બેધ લેવે જોઈએ.
કર્મના સુગુપ્ત અને અગોચર “કારખાના ની સુગૂઢ ક્રિયાની આપણને કશી જ ખબર નથી, એટલે આપણું હાથમાં તે વિવેકયુક્ત ઉદ્યમ જ કરવાનો રહે છે. પછી ગમે તે તે ઉદ્યમ પિતાના ઉપર કે અન્યથા ઉપર આવી પડેલી આપત્તિ નિવારવા માટે હોય અથવા તે વૈયક્તિક યા સામાજિક ઉન્નતિ સાધવા માટે હોય. અને તે ઉદ્યમનું ઈચ્છિત ફળ આવતાં માણસે ફૂલાવું ન જોઈએ અને ન આવતાં ઉદ્દવિગ્ન થવું ન જોઈએ. એ પ્રમાણે ઉદ્યમ કરવામાં આપણે કર્મના કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ એમ નથી, પણ કર્મના કાયદાને માન આપી આપત્તિ ટાળવારૂપ અથવા ઉન્નતિ સાધવારૂપ લાભ ઉઠાવવા માંગીએ છીએ. જેવી રીતે નદીનાં પાણીનાં પૂર ગામને ડુબાવવા આવતાં હોય તે વખતે નહેર ખેદાવી પાણીને બીજે માગે વહી જવાની ચેજના કરવામાં આપણે કુદરતના કાયદાને ભંગ કરતા નથી, પણ ગામના બચાવ ખાતર ઉદ્યમ કરીને કુદરતના જ કાયદાને લાભ ઉઠાવીએ છીએ, તે જ પ્રમાણે આપત્તિ ટાળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org