________________
ચતુર્થ ખંડ
: ૩૨૫ : ઉપસ્થિત કષ્ટ દૂર થતું ન હોઈ ભોગવવું પડે તેમ હોય તે કાયરતાથી ભેગવી નવાં અશુભ કર્મો ઉપાર્જવાને બદલે પ્રશસ્ય સમભાવથી ભેગવવામાં માણસની ખરી સમજદારી અને મર્દાનગી છે; અને એ વખતે મનને સ્વસ્થ રાખવાનું બળ આપનાર કર્મવાદ છે, જે સૂચવે છે કે અવયંભાવી કર્મ કેઈને છેડતું નથી, મેટા મેટા પણ એના ફળવિપાકમાંથી છૂટી શક્યા નથી. જાણવું જોઈએ કે તકલીફ કે કષ્ટ એની મેળે નથી આવતાં, આપણાં વાવેલાં જ ઊગે છે, માટે એમને નિવારવાના ગ્ય ઉપાય લેતા રહીને પણ, જેટલા પ્રમાણમાં ભેગવવાં પડે, શૂરા બનીને (આધ્યાત્મિક વીરતાથી) ભેગવીએ, ભેગવી લઈએ. એ રીતે ભેળવી લેતાં, નવાં દુઃખદ કર્મો ન બંધાવા સાથે એટલે ભાર ઓછો થાય છે. જીવનનાં વહેણ રૂડાં અર્થાત્ નિષ્પાપ વહેતાં રાખવાથી નવાં અશુભ કર્મો બંધાતા નથી, જેથી જીવનપ્રવાહ ઉત્તરોત્તર સુખી અને ઊજળું થતું જાય છે. એ ખુલ્યું છે કે અનીતિ, વિશ્વાસઘાત કે દુરાચરણથી માઠાં કર્મ બંધાવાને (બુરું ભાગ્ય નીપજવાને) અને સચ્ચાઈ સંયમ, સેવાના સદ્ગુણેના પાલનથી શુભ કર્મ બંધાવાને (સદ્ભાગ્ય ઘડાવાને) સિદ્ધાંત ( અર્થાત્ કર્મવાદ) માણસને સદાચરણું બનવા પ્રેરે છે, જે લેકવ્યવસ્થા કે સમાજ જીવનના સ્વાથ્ય માટે પણ અત્યંત જરૂરી છે.
૪ પૂર્વ જન્મમાં કરેલ કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે એ ભગવતી સૂત્રના નીચેના ઉલ્લેખ પરથી જાણી શકાય છે
ફોટા વા ફુકોણ વેન્નતિ ” ગદર્શનનું
સામૂ: રજાથી દૃષ્ટાર્ટનરાવની : " એ (૨, ૧૨) સૂત્ર પણ એ વાત જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org