________________
: ૩૨૪ :
જૈન દર્શન છેટા રહેવા અથવા આવેલ દુઃખને ખસેડવા માણસે હરવખત કેશશ કરતા જ રહેતા હોય છે. સમગ્ર વિશ્વની આ પ્રકારની પ્રવૃત્તિ છે. સ્વરક્ષા, પરરક્ષા માટે કે ન્યાયની પ્રતિષ્ઠા ખાતર કરાતાં
ગ્ય પ્રતીકારનાં કાર્યો વૈરવૃત્તિથી થાય છે એમ કહી શકાય નહિ. રામચંદ્રજીને રાવણની સામેને સામને ન્યાચ્ય હતે. લૂંટારે તમારું કંઈ ઊઠાવી જાય અને તમે કાયર બની બેઠાબેઠા ટગરટગર જોયા કરે અને મનમાં તે બળી રહ્યા હો એ નામર્દાઈ છે. અલબત્ત તત્કાલીન પરિસ્થિતિનું માપ કાઢવું જરૂરી છે અને તદનુસાર ઉચિત જ પ્રયત્ન કરે વાજબી ગણાય. કેમકે– अल्पस्य हेतोबहु हातुमिच्छन् विचारमूढः प्रतिभाति लोके ।*
અર્થાત્ –થેડા માટે બહુ ગુમાવવા ઈચ્છતે માણસ વિચારમૂઢ ગણાય છે.
નસીબ અય હોઈ માણસના હાથમાં તે ઉદ્યમ જ કરવાને રહે છે. બેદીએ તે જમીનમાં પાછું હોય તે નીકળે, તેમ ઉદ્યમ દ્વારા, ભાગ્ય હોય તે પ્રકાશમાન થાય છે. સદબુદ્ધિની પવિત્ર રેશની સાથેની પ્રયત્નશીલતા માણસની વર્તમાન દુર્દશાને પણ ભેદી નાખી સુખનાં દ્વાર તેને માટે ખુલ્લાં કરી દે છે, તેમ જ અશુભ કર્મોનાં ભાવી આક્રમણે ઉપર પણ ફટકે લગાવી શકે છે. મતલબ કે કર્મવાદના નામે નિર્બળ કે નિરાશ ન થતાં માણસે આત્માના બળની સપરિ મહત્તાને ધ્યાનમાં લઈ શક્ય તેટલા પુરુષાર્થી બનવું જોઈએ.
* કાલિદાસના રઘુવંશના બીજા સર્ગના ૪૭મા શ્લેકની ઉત્તરાર્ધ. ઉક્તિ જગ્યા પૂરવા ખાતર જ છેલ્લા બે અક્ષરે બીજા પૂરીને અને fસ ને બદલે તિ મૂકીને.." .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org