________________
: ૩૨૨ :
જૈન દર્શન પ્રજાઓને ગુલામ બનાવી ચૂસી ખાનારા સામ્રાજ્યવાદને પણ લાગૂ પડે છે.
[ ] સંસારવર્તી જીવની કેઈ પણ જીવનઘટના પાછળ સામાન્યતઃ પૂર્વકર્મનું બળ રહેલું જ છે. એટલે કેઈ ભૌતિક, શારીરિક કે આથિક આપત્તિ આવી પડે ત્યારે એની પાછળ એ બળનું કામ હોય જ. એમ છતાં એ આપત્તિને ઈરાદાપૂર્વક આણનાર માણસ એ આપત્તિ આણવાના ગુનામાંથી છૂટી શકતું નથી. એ ગુના માટે એને આ દુન્યવી શાસનની સજા મળે કે ન મળે, પ્રાકૃતિક શાસનની (કાર્મિક શાસનની) સજા તે મળે જ છે.
કોઈ માણસનું ખૂન થવામાં એ મરનાર માણસના અથવા કોઈ માણસના લૂંટાવામાં એ લૂંટનાર માણસના પૂર્વકર્મનું કારણ પણ ભેગું ભળ્યું હોવા છતાં ખૂન કરનાર ખૂની અને લૂંટનાર લૂટાર ખૂન કરવાના કે લૂંટવાના અપરાધ માટે નિઃશંક ગુનેગાર છે, અને તેઓ દુન્યવી ન્યાયશાસનમાં જેમ રેગ્ય સજાને પાત્ર છે, તેમ કુદરત(કર્મ)ની સજા પણ તેમને મળે છે. એ ખૂની કે લૂંટારા મરનારના કે લૂંટાનારના નસીબનું કારણ બતાવી પિતાને બચાવ કરી શકતા જ નથી; ધાર્મિક કાયદાની રૂએ કે દાર્શનિક ન્યાયશાસ્ત્રના સિદ્ધાન્તની રૂએ પણ એ રીતે એમને બચાવ થઈ શકતો જ નથી. એ પ્રકારનું (મરનાર કે લૂંટનારના નસીબનું) કારણ બતાવવું એ હકીક્ત ગમે તેટલું બરોબર હોય છતાં એમના (ખૂની કે લૂંટનારના) પક્ષે તે હડહડતી હાંડાઈ જ ગણાય. એ ડાંડાઈ કંઈ ખપ લાગતી નથી અને પોતાના કૃત્યનું ફળ એમને મળે જ છે. . ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org