________________
ચતુર્થ ખંડ
: ૩૨૧ : [ ૩ ] સમાજમાં દરેક વ્યક્તિને પિતાનું ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત સાધવાને છૂટ હોવી જોઈએ; પરન્તુ તેણે સાથે સાથે સામાજિક નીતિ-ન્યાયના નિયમનું બન્ધન સ્વીકારવું જોઈએ. જે સામાજિક રૂઢિઓ ન્યાય અને નીતિને સંગત હોય તેવી રૂઢિઓનું પાલન સામાજિક સુવ્યવસ્થા માટે આવશ્યક છે. પરંતુ જે સામાજિક રૂઢિઓ અજ્ઞાનજનિત કે વિવેકહીન હોય, પિતાની ઉત્પત્તિના જમાનામાં ગમે તેવા સંજોગોમાં ઉત્પન્ન થઈ હોય, પણ વર્તમાન કાળમાં અસંગત અને હાનિકારક હોય, કુરૂઢિઓમાં ગણાવાપાત્ર હોય અને જે રૂઢિઓને કાઢી નાખવાથી સામાજિક વ્યક્તિઓના સુખમાં વૃદ્ધિ થતી હોય અથવા દુઃખમાં કમી થતી હોય છતાં એવી રૂઢિઓને અજ્ઞાન-ભ્રમથી અથવા દુરાગ્રહથી સમાજ વળગી રહે અને એથી એ સમાજની વ્યક્તિઓને દુ:ખપત્તિ થતી હોય એવા પ્રસંગે, તે દુઃખાપત્તિ જેમને સહન કરવી પડતી હોય તેમને એમ કહેવું કે, દુઃખાપત્તિ તે કુરૂઢિઓના લીધે નહિ, પણ પૂર્વકર્મના લીધે છે અને તેમણે તે નીચી મૂંડીએ સહન કરી લેવી જોઈએ, તે તેમને અફીણ આપી તેને નશે કરાવી ઉંઘાડી દેવા જેવું છે. આ પ્રસંગે પ્રત્યક્ષ દોષ તે કુરૂઢિને છે. જેમ કાંટો ભેંકાવાથી થતી વેદના કાંટાથી છે, તેમ કુરૂઢિના આક્રમણથી થતાં દુઃખ કુરૂઢિને આભારી છે. અને એના જવાબદાર એ કુરૂઢિના પ્રચારકે અને પિષકે છે, જેમને સંગઠનશક્તિના ન્યાયપૂત આંદેલનથી સામને કરી કુરૂઢિના દુઃખદ અને અવનતિકારક વાતાવરણને મિટાવી દેવું જોઈએ. તેમ થવાથી પૂર્વકર્મનું એ (કુરૂઢિરૂપ હથિયારનું) બળ હણાઈ જશે. જે વાત કુરૂઢિઓને લાગૂ પડે છે તે વાત, ગરીબોનું શોષણ કરનારા મૂડીવાદને તેમ જ નબળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org