________________
૪ ૩૨૦ :
જૈન દર્શન બધા વિષયે આત્માની અનિચ્છા છતાં બલાત્કારે તેને ભેગમાં જોડતા નથી. ઇન્દ્રિયના વિષયે જબરદસ્તીથી વળગતા નથી, પણ એમના ભેગે (સ્થૂલ ભેગ) સામાન્યત: દેડધારીની જીવનયાત્રા સાથે અનિવાર્યપણે જોડાયેલા છે. એમ છતાં ધ્યાનમાં રાખવા લાયક વસ્તુ એ છે કે સ્થૂલ ભેગમાં વિલાસવૃત્તિને ઉદય, આત્મા એમાં રસિયા (લુબ્ધ) ન થાય ત્યાં સુધી બલવાન થઈ શકતું નથી, અને એમાં રંગાવું કે ન રંગાવું, રસિયા (લુબ્ધ) થવું કે ન થવું એ આત્માની પોતાની સત્તાની વાત છે. મતલબ કે ઉદયમાં ન જોડાવું, તેમાં રસવૃત્તિ ન કરવી, રસવૃત્તિને જ્ઞાનબળ વડે દૂર કરવી એ જ કર્મોદયજન્ય વિકારને પરાજય કરવાને ઉપાય છે.
ભેગસામગ્રી પાસે ઉપસ્થિત હોય પણ માણસ પિતાના અત્તર બળથી “ હઠીલ” બની પોતાના આસન ઉપરથી ખસે નહિ, તે ઉપસ્થિત ભેગસામગ્રી તેને વળગવાની હતી કે? મતલબ કે મનુષ્ય પોતાના દૃઢ મને બળને ઉપયોગ કરી ભાગમાં જોડાવાથી દૂર રહી શકે છે. પણ જે તે ધીરજ ગુમાવી બેસે તે ભેગમાં લપસેલે જ પડ્યો છે અને પછી એને દોષ “કર્મ” ને માથે મૂકે એના કરતાં એની પિતાની આત્મિક નિર્બલતા ઉપર મૂક એ વધારે અર્થવાળું અને ઔચિત્યયુક્ત છે.
અનેક જ્ઞાની જનેનાં ઉદાહરણ પરથી જણાય છે કે જ્ઞાની જન ખાનપાનાદિ ભેગ કરે છે છતાં એમાં જાગ્રત્ દષ્ટિથી [ અનાસક્તપણે ] વર્તતે હેઈ કર્મબન્ધના બાધાકારક સંગ થવામાંથી મુક્ત રહે છે. ન્યાયયુક્ત, ઔચિત્યયુક્ત ઉપગી ભેગ સમતાથી થાય, જાગ્રત્ રહીને થાય તે એમાં કંઈ ડરવાપણું રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org