________________
: ૩૧૮:
જૈન દર્શન ભેગવવા વખતે તત્સંબંધી વિચાર કરવા કે રોવા બેસવું એને કંઈ અર્થ નથી એ તે દૂધ ઢોળાઈ ગયા પછી આંસુ સારવા જેવું છે પરંતુ એ કટુ અનુભવનાં વેદન પાછળ પશ્ચાત્તાપ હેય અને એમાંથી ભવિષ્યને માટે બોધપાઠ ગ્રહણ કરી તદનુસાર વર્તવા તત્પર થવાય તે જરૂર કલ્યાણકારી વાત છે.
ખરી વાત એ છે કે સર્પ, વિષ વગેરેની ભયાનકતા તથા દુઃખકારકતામાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ કુકર્મોની ( અનીતિ-અન્યાયનાં પાપાચરણની) ભયાનકતા તથા દુઃખકારકતામાં જ્યારે પેદા થાય ત્યારે કર્મવાદમાં શ્રદ્ધા પેદા થઈ ગણાય.
કર્મવાદનો નિયમ ખરે છે એમ મોઢેથી બેલવું અને તેમ છતાં કાર્ય કરતી વખતે એ નિયમને ઈરાદાપૂર્વક અનાદર કરે એ કર્મવાદ ઉપરની અશ્રદ્ધા સૂચવે છે, અથવા ભવિષ્યમાં આવી પડનારાં કટુ ફળ કરતાં તાત્કાલિક ભૌતિક લાભ વિશેષ ગમે છે એમ જાહેર કરે છે. કોઈ વખતે પરિસ્થિતિવશાત્ અણછૂટકે કે કેઈના અનિવાર્ય દબાણથી કર્મવાદના નિયમની ઉપેક્ષા કરવા વિવશ થવું પડે છે ત્યારે પણ કર્મબંધ થાય છે અવશ્ય, પણ સ્થિતિ અને રસ એનાં શેડાં હોય છે.
કર્મ ઉદયમાં આવે ત્યારે તેને સમતાથી-સમભાવથી જોગવી લેવામાં ડહાપણ છે. એમ ભેગવી લેવાથી એ કર્મ ખતમ થતાં નવાં દુઃખદ કર્મો મૂકી જતું નથી. પણ જ્યારે કર્મનાં સુખભેગરૂ૫ ફળ આસક્તિથી અને દુઃખભેગરૂપ ફળ દુર્યાનથી જોગવવામાં આવે ત્યારે એ પ્રકારે ભેગવવાના પરિરામે બીજા નવા કમબધે જડાઈ જાય છે. અતઃ સુખભેગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org