________________
ચતુર્થ ખંડ
કર્મવિચાર
[૧] પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્ય માટે પિતે જવાબદાર છે, કિન્તુ સમાજનાં સામુદાયિક કૃત્યનાં પરિણામ પણ સમાજે, સમાજની બધી વ્યક્તિઓએ ભેગવવાં પડે છે, ભવિષ્યની પિઢી દર પેઢીને પણ ભેગવવાં પડે છે. દાખલા તરીકે, આપણા પૂર્વજોના અંદર અંદરના કુસંપને લઈને હિન્દને માથે ચડી બેઠેલી પરતત્રતા આપણે પણ (એટલે હિન્દની જનતાએ ) ભેગવવી પડી છે અને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યા પછી પણ લાંચ રુશ્વત, કાળાબજાર વગેરે દેશદ્રોહી પ્રવૃત્તિઓને બજાર ખૂબ જ ગરમાગરમ પ્રવર્તતે હાઈ દેશની નિર્દોષ પ્રજાને પણ આર્થિક ભીંસમાં ભીંસાવા સાથે હાડમારી અને ત્રાસ કેટલાં ભેગવવા પડે છે.
કરે તેવું પામે અને વાવે તેવું લણે” એ કર્મવાદને સનાતન નિયમ છે. માણસે કર્મવાદના જ્ઞાનને ખરે ઉપયોગ કઈ પણ કાર્યને આરંભ કરવા વખતે કરવાને છે. સારા કામનું સારું ફળ અને બુરાનું બુરું એ નિયમ જે ધ્યાનમાં રખાય તે માણસ અશુભ કાર્ય કરતાં કંપે, અચકાય અને સત્કાર્ય કરવા ત૨ફ જે પ્રેત્સાહિત રહેપૂર્વે કરેલાં દુષ્કર્મોનાં કટુ ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org