________________
: ૩૧દ:
જૈન દર્શન કાર્યપરાયણતા કે અનાસક્ત કર્મવેગ એ સ્થાયી, સ્વસ્થ અને સ્વાદુ આનંદનું ઝરણું બની જાય છે. એવું ઝરણ ગમે તેવી ઊંચી કલપનાના આધાર પર સેવાતી નિવૃત્તિ [ નિરદેશ અકર્મણ્યતારૂપ નિવૃત્તિ ] બની શકી નથી. ' અગાઉ જણાવ્યું છે તેમ, અહિંસાને હિંસા ન કરવી કે પાપાચરણ ન કરવું એ કેવલ નિષેધરૂપ (નિવૃત્તિરૂપ) અર્થ નથી, પણ પ્રાણિદયા, ભૂતવાત્સલ્ય, પરોપકારિત્વ, સદાચરણ એ વિધિરૂપ (પ્રવૃત્તિરૂપ) અર્થ પણ છે. જેમ એક સિક્કાની બે બાજુ, તેમ ધર્મની એક બાજુ પ્રવૃત્તિ અને બીજી બાજુ નિવૃત્તિ છે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. આમ ધર્મ પ્રવૃત્તિ-નિવૃત્તિ-ઉભયાત્મક છે.
આપણે જાણવું જોઈએ કે ચારિત્રનાં બે અંગ છે. જીવનમાં રહેલા અને આવતા દેને દૂર કરવા એ પહેલું અંગ અને આત્માના સદ્ગુણેને ઉત્કર્ષ કરે એ બીજું. આ બને અંગે માટે કરાતા સમ્યફ પુરુષાર્થમાં જ વ્યક્તિગત તથા સામાજિક જીવનની કૃતાર્થતા છે. આ બન્ને અંગે પરસ્પર સંકાળાયેલાં છે કે પહેલા વગર બીજું સંભવે જ નહિ. અને બીજા વગર પહેલું ધ્યેય શૂન્ય બની જતું હોઈ શૂન્ય જેવું લાગે. એટલે પ્રથમ જ અંગમાં (ચારિત્રની) પૂર્ણતા ન માનતાં એના ઉત્તરાર્ધ કે સાધ્યરૂપ બીજું અંગ પણ વિકસાવવું જોઈએ.
આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બનેના સાહચર્યમાં જ અસ્પૃદય તથા નિઃશ્રેયસની સિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org