________________
તૃતીય ખંડ
* ૩૧૫ : આ પ્રકારની મુક્તિ મેળવવામાં ઉપયોગી થાય તે જ વસ્તુતઃ જ્ઞાન-શિક્ષણ છે, તે જ વાસ્તવિક કેળવણું છે. “સા વિદ્યા યા વિપૂરત” એ પ્રાચીન આર્ષ સૂત્ર કહે છે કે વિદ્યા તે છે જે બંધનમાંથી મુક્ત કરે, એટલે કે આર્થિક, સામાજિક, રાજકીય, બૌદ્ધિક દમાંથી છોડાવે અને માણસને બલવાન, બુદ્ધિમાન, વિવેકી, પ્રવૃત્તિશીલ, પરગજુ તેમ જ સગુણ બનાવે. આ મુક્તિ છેલ્લી આધ્યાત્મિક મુક્તિ સાથે જોડાણ ધરાવતી મુક્તિ છે. જે કેળવણી વિચારોને સુધારવામાં સહાયક ન થાય, ઈન્દ્રિ તથા મનને વશમાં રાખતાં ન શીખવે, નિર્ભયતા તથા સ્વાશ્રયિત્વ પેદા ન કરે, નિર્વાહને રસ્તે ન બતાવે અને સ્વાતંત્ર્યબળની ભાવના ન જગાડે, એ ભાવનાને પ્રજ્વલિત રાખવામાં પ્રેરક ન થાય તે કેળવણમાં તાર્કિક પટુતા, ભાષાપાંડિત્ય અને વિવિધ માહિતીજ્ઞાન ગમે તેટલાં ભર્યા હોય છતાં તે વાસ્તવિક રીતે અર્થ સાધક કેળવણી નથી. બાહ્ય અને આન્તર અને પ્રકારની મુક્તિ સાધી આપે તે જ વાસ્તવિક કેળવણું, તે જ શ્રેષ્ઠ શિક્ષણ. | મુક્તિ કે કલ્યાણપદને માર્ગ એકાન્ત નિવૃત્તિ કે એકાન્ત પ્રવૃત્તિ નથી. નિવૃત્તિ એના સાચા વખતે એની મેળે ઉપાસ્ય બની જય છે. પ્રવૃત્તિ-નિવૃત્તિ બને પોતાના પરસ્પરના સુમેળ સાથે જીવનમાં રહે એ સાચું જીવન છે. નિવૃત્તિ, પ્રવૃત્તિમાં ચેતના આણવા માટે છે. પ્રવાસ કરતે પ્રવાસી વિસામે લેવા કેઈ સ્થળે બેસે અને વિસામે લઈ પાછો ચાલવા માંડે, તેમ વિસામારૂપ યોગ્ય નિવૃત્તિ લેતા રહી પ્રવૃત્તિને સતેજ અને પ્રાણવાન બનાવવાની છે. અથવા જેમ મકાન ઊંચુ કરવા માટે પાયે ઊંડો કરે પડે છે, તેમ પ્રવૃત્તિમાં જવા માટે તૈયારીની સાધના અર્થે નિવૃત્તિ સ્વીકારવી પડે છે. આમ સમુચિત નિવૃત્તિથી પિષાતી વિવેકપૂત પ્રવૃત્તિમત્તા, સત્કર્મશીલતા, સ્વપરહિતકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org