________________
: ૩૧૪ :
જૈન દર્શન આ દિવ્ય સમજ આવતાં એ બીજાના સુખ પર મુદિત બને છે અને બીજાના દુઃખ પર કરુણદ્ર બને છે. આમ, વિશ્વના આત્માઓ સાથે અખેદ અનુભવે છે. આ અભેદભાવના જ્યારે એની ટોચે પહોંચે છે ત્યારે આત્મા વિકાસની પરાકાષ્ટાએ પહોંચે છે અને એનું મૂળ [ પરમાત્મ-] સ્વરૂપ પૂર્ણ પ્રકટતાને પામે છે.
(૨૫)
મુક્તિ
સંસારી (કર્મવૃત) જીવ જ્યાં સુધી સંસારમાં (કવૃત દશામાં) છે ત્યાં સુધી એ એકલે નથી, શરીર, ઇન્દ્રિયે, મન, બુદ્ધિ એ બધાથી–એના એ પરિવારથી—એ સતત વીંટળાયેલે રહે છે. માટે એ સ્પષ્ટ છે કે એ બધાં અંગેના વિકાસમાં જીવન-જીવના જીવનને વિકાસ છે. એ બધાંના આરોગ્યસમ્પન્ન હેવામાં જીવનની આરોગ્યસમ્પન્નતા છે. એ બધાં ખેડખાંપણવાળાં હોય ત્યાં સુધી જીવન ખેડખાંપણવાળું છે, અને ત્યાં સુધી એની દુર્દશા છે. માટે એ બધાંની ખેડખાંપણથી, અર્થાત્ બુરી ટેવ, બુરું વલણ, બુરા વિચાર, રોગ, નબળાઈ ડરપોકપણું, આળસ, જડતા, હૃદયની કઠોરતા, બેટી લાગણી, વિલાસિતા, કાપશ્ય, અભિમાન, લાભ, લાલચ, દંભ, વહેમ, ગુલામી વગેરે પ્રકારની ખેડખાંપણથી મુક્તિ સાધવી એ પહેલી જરૂરની વાત છે. એ પહેલી મુક્તિસાધના છે. [ અંગવિકલતાની અનિવાર્ય હાલત હોય એ વાત ન લેતાં ] શરીર, હૃદય, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને તેમના દેશમાંથી મુક્ત કરવાને શક્તિભર પ્રયત્ન એ ખરેખર મુક્તિને પ્રયત્ન છે, જે અત્યન્ત આવશ્યક છે. આ પ્રકારની મુક્તિ સાચાં જ્ઞાન-શિક્ષણ કે સાચી કેળવણીથી મેળવાય; અથવા કહે કે જે જ્ઞાન-શિક્ષણ કે જે કેળવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org