________________
: ૩૧૨
જેના દર્શન રામવાસના જેમ જેમ ખસતી જાય છે અને એ રીતે વૈરાગ્યને સાત્વિક ભાવ જેમ જેમ ખીલતે જાય છે, તેમ તેમ માણસ ત્યાગી અને પરોપકારપરાયણ બને છે, તેમ તેમ લેકબધુતાની ભાવના એની વિકાસ પામતી જાય છે. ત્યાગ અને પરગજુપણું એને સ્વભાવ બની જાય છે, જેમાં એ આનન્દ અનુભવે છે.
વૈરાગ્યમાં [ શબ્દતઃ અને અર્થતઃ] રાગ વાસનાના દૂરીકરણને જ મુખ્ય ભાવ છે. એ અત્યંત કઠિન અને પ્રખર પ્રયત્નસાધ્ય વસ્તુ એટલી જ સ્થિર અને જવલન્ત દષ્ટિ ઉપર અવલંબિત છે. એ દષ્ટિમાં જે મન્દતા આવી કે તરત જ વૈરાગ્ય દૂધની જેમ ફાટી જાય છે. જળહળતી વિવેક દષ્ટિ પર ચમકતે વૈરાગ્ય માણસની વચ્ચે, બાગબગીચા કે મકાનમાં કે ભેજન-પાનના અવસરે અબાધિત રહે છે, અર્થાત્ મકાનમાં રહેવા છતાં, ભેજન-પાન લેવા છતાં અને માણસે વચ્ચે હોવા છતાં એ (વૈરાગ્ય) અક્ષુણ (અક્ષત) બની રહે છે, જ્યારે વનવાસમાં રહેનાર અથવા સંન્યાસીરૂપે વિહરનાર પણ ઉપરથી ખૂબ ત્યાગવાળે દેખાવા છતાં મેહવાસનાનાં વાતાવરણ નીચે દબાયેલે અને મેહચેષ્ટાથી ઘેરાયેલે હેઈ શકે છે. સાચી વૈરાગ્યદૃષ્ટિ આપણને પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થયેલ કે પ્રાપ્ત થતી સુખસામગ્રીમાં ગુંચવી મારતી આસક્તિમાંથી આપણે બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે ચૂંટી જવું, ઉન્નતિ તથા વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતાં એક જ પદાર્થ કે પ્રદેશમાં વ્યાકેહવશ થઈ એમાં ખેંચી જવું એ વૈરાગ્યવિરુદ્ધ સ્થિતિ છે. વ્યાહને હટાવી ઉપર ઊઠવામાં વૈરાગ્ય છે. વિશ્વના વાતાવરણને અમૃત x वनेऽपि दोषाः प्रभवन्ति गगिणां गृहेषु पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते वत्मनि यः प्रवर्तते. निवृत्तरागस्य गृहं तपोवनम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org