________________
તૃતીય ખંડ
૬ ૩૧૧ : કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અને કોઈ કાર્ય કારણ ભાવના સંબંધમાં સદેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતે હોય ત્યાં શ્રદ્ધા રાખવા ન રાખવાને પ્રશ્ન આગળ આવે છે, પરંતુ જ્યારે તે બાબતનું પ્રત્યક્ષ રીતે કે પ્રગસિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા રાખવા ન રાખવાને પ્રશ્ન ઊઠતા નથી.
(૨૪) વૈરાગ્ય
સંસાર એ કંઈ ઈંટ માટીનું મકાન નથી, માતા-પિતા–બંધુ કે મિત્ર એ સંસાર નથી, એ બાગબગીચા કે દ્રવ્યસંપત્તિ નથી, એ ઉદ્યોગ યા પ્રવૃત્તિ-વ્યાપાર નથી, સંસાર એ કશામાં નથી. અને અતએવ તેના ત્યાગથી સંસારને વાસ્તવિક ત્યાગ થયે સમજ એગ્ય નથી. મનુષ્યને ખરે સંસાર તેના હૃદયમાં-મનમાં છે. એવા મન સાથે તે વસતિમાં હોય કે જંગલમાં હોય, ત્યાં તેને સંસાર ભેગે જ હોય છે. વાસના (મેહવાસના, કલેશ વાસના) એ સંસાર છે. એના આક્રમણ નીચે જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી તે ગૃહસ્થ અવસ્થામાં હોય કે સંન્યાસી અવસ્થામાં - ભવભ્રમણચક્રમાં છે. માણસ સ્થૂલ પદાર્થોને ત્યાગ કરી તે બધાથી છેટો ચાલ્યો જાય, કહે કે તે બધાથી ભાગી છૂટે, પણ તેના ચિત્તથી તે ક્યાં નાસી છૂટે તેમ છે? ચિત્તથી-વાસનામય ચિત્તથી? વાસનામય ચિત્ત છે ત્યાં સુધી તેને સંસાર વળગેલે જ છે. સંસારની સાચી રંગભૂમિ પ્રાણુના અન્તના પ્રદેશમાં છે. બહાર તે ફક્ત તે અન્તના ભાવેનું સ્થૂલ પ્રકટીકરણ છે.
રાગ, અનીતિ-અન્યાય તથા સ્વાર્થીન્ધતા વગેરે દોષોનું ધામ હાઈ એના દૂરકરણમાં પ્રાપ્ત થતે વૈરાગ્ય માણસને ઉદાર, સત્યાચરણ, વિવેક દષ્ટિ અને વત્સલ (પ્રેમાળ) પ્રકૃતિને બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org