________________
૩૧ ૦ :
જૈન દર્શન મહર્ષિઓ પ્રત્યે દ્વેષ નથી. અમુક વચન ભગવાન મહાવીરનું છે માટે તમે માને અને અમુક વચન મહર્ષિ કપિલ વગેરેનું છે માટે તે ફેકી દો એમ મારું કહેવું નથી. વચન ગમે તેનું હેય–તે કેવું છે એ વાત તમે ભૂલી જાઓ–પરંતુ તે વચન પર તમે વિચાર કરે, તેને બુદ્ધિની કસોટીએ ચડાવે અને જે તે [ વચન ] તમને બુદ્ધિસંગત અને યુક્તિપુરસ્સર જણાય તે જ તેને સ્વીકાર કરે એમ મારું કહેવું છે.
એ મહાન આચાર્યને કહેવાનું તાત્પર્ય એ છે કે મારું તે જ સારૂં એવે પક્ષપાત કે પૂર્વગ્રહ છેડી દઈ કેળવાયેલી મધ્યસ્થ બુદ્ધિથી તપાસતાં જે સારૂં જણાય તે મારૂં, એવું સ્વીકારવા જેટલી વિશાળ ભાવના કેળ, કે જેથી સામ્પ્રદાયિક મૂઢતા ટળે અને હૃદય વિશાળ, નિષ્પક્ષપાત તથા સત્યાગ્રહી બને. અસ્તુ.
અહીં આપણે એ જાણી લેવું ઉપયેગી છે કે માનવજીવનના સર્વાગીણ વિકાસ માટે બુદ્ધિ (જે જ્ઞાનનું સ્થાન છે) અને હદય (જે શ્રદ્ધાનું સ્થાન છે) એ બેનું સંતુલન આવશ્યક છે. એ બંને એકબીજાના પૂરક છે-બુદ્ધિ જે કર્તવ્યમાર્ગ સુઝાડે છે, તે હદય એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હૃદય વિના બુદ્ધિ નિષ્ક્રિય છે અને બુદ્ધિ વિના હૃદય દિબ્રાન્ત છે. બુદ્ધિ અને હૃદય એ બેના સુમેળથી જ જીવનયાત્રા ચાલે છે.
ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા શ્રદ્ધાથી પૂરીને આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર ઘટતું જાય છે. જો કે શ્રદ્ધાની ઘનિતા વધતી જાય છે, અને જ્યારે અનુભવજ્ઞાન પૂર્ણતાએ પહોંચે છે ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી અનુભવજ્ઞાનમાં. લય પામી જાય છે. .
. . . . . . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org