________________
તૃતીય ખંડ
જેમને આપણે આપ્તપુરુષ માન્યા હોય તેમના વિશે આપણને શ્રદ્ધાળુ ભાવ હોય એ સ્વાભાવિક છે પરંતુ તે શ્રદ્ધા અન્ધશ્રદ્ધા ન હોવી જોઈએ. સ્થાને પડેલી હોય છે કે વિવેક-વિચારના પાયાવાળી ન હોય તે તે જાગ્રત્ અને અડગ શ્રદ્ધા નથી હોતી. જ્યારે તે શ્રદ્ધાને વિવેક-વિચારનું પીઠબળ હોય છે ત્યારે તે સાચી શ્રદ્ધા બને છે.
હરિભદ્રાચાર્યનું “પુમિ વર ચહ્ય રહ્યું : રાઃ” [જેનું વચન યુક્તિવાળું હોય તેને સ્વીકાર કરો] એ વાક્ય અથવા એના જેવા બીજા ઉદ્ગાર મેઢેથી કાઢવા એ તે સહેલું છે, પણ જ્યારે પિતાની પરંપરાની યુતિરહિત વાતને કોઈ યુતિરહિત કહે છે ત્યારે ગુસ્સો થઈ આવે છે અને સમતાથી એ વાતને વિચારાતી નથી, તેમ જ બીજાની (અન્ય પરંપરાની) યુક્તિયુક્ત વાતને પણ સ્વીકારતાં મનને પંચામણ થાય છે. આવી સ્થિતિ જે વર્તતી હોય તે હરિભદ્રાચાર્યના ઉપલા ઉદાર સૂક્તને આદર કે અમલ કર્યો કહી શકાય?
આચાર્ય હરિભદ્ર વિદ્વાન બ્રાહ્મણ અને દર્શનશાના બહુ મેટા પંડિત હતા. તેઓ જૈન ધર્મ સ્વીકારી જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય બન્યા હતા.
તેમણે
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । . युक्तिमद् वचनौं यस्य तस्य कार्यः परिग्रहः ।।
[લકતત્ત્વનિર્ણય, ૩૮ ] એમ કહી ખુલ્લી રીતે જાહેર કર્યું છે કે, જે કે હું ભગવાન મહાવીરને અનુયાયી છું, છતાં મને ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે અન્ય સમ્પ્રદાના પુરસ્કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org