________________
૩૦૮ :
જૈન દર્શન ઉલ્લાસ પૂરતું હોય તે તે માણસને માટે તે બને (તે વાદ અને તે ક્રિયાકાંડ) શ્રેયસ્કર બની જાય છે.
આમ ધર્મ એ મુદ્દાની વસ્તુ છે અને દાર્શનિક મતવાદ તથા ક્રિયાકાંડનું સૌષ્ઠવ ધર્મ પાલનમાં ઉપયોગી અથવા સહાયક થવામાં જ રહેલું છે. જેના પવિત્ર ધર્મસાધનમાં જે તત્વજ્ઞાન અને જે પ્રકારનું કર્મકાંડ સહારે આપે તે તેને માટે અમૃત રૂપ. અતઃ દાર્શનિક મન્તના ભેદ કે ક્રિયાકાંડની ભિન્નભિન્ન પદ્ધતિઓ ઉપરથી ધર્મ જુદા જુદા માની લેવાની દષ્ટિ બેટી હાઈ દૂર કરવી જોઈએ, અને અહિંસા-સત્યના સન્માર્ગમાં ધર્મ માનનારા બધા–ચાહે એ લાખે હોય કે કરડે-એક ધર્મના છે-સાધર્મિક છે એમ સમજવું જોઈએ.
જીવનનું કલ્યાણ શાસ્ત્રજ્ઞાનની વિશાલતા કે અધિકતા ઉપર અવલંબિત નથી, પણ તત્તભૂત સમજણને દઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસો અનીતિ-અન્યાય તથા રાગ-રેષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મોટા મોટા પંડિત-શાસ્ત્રીઓ કે ફિલસુફે તત્વદષ્ટિને સ્પર્શવામાં અસમર્થ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે.
મારું તે સાચું એમ નહિ, પણ સાચું તે મારું” એમ બેલવામાં ઘણાખરા ચતુરાઈ વાપરે છે ખરા, પરન્તુ વવામાં તેઓ પક્ષમેહથી ખેંચાઈ જાય છે અને સાચું શું છે, ક્યાં છે તેને વિચાર કરવાને થોભતા નથી, અને પોતાનું તે સાચું અને બીજાનું બેટું એવા મનેબદ્ધ પૂર્વગ્રહથી દેરવાઈ બીજાને મિથ્યાત્વી, કુસંગી, નાસ્તિક, કાફર એવાં એવાં ઉપનામથી નવાજે છે. પરંતુ આમાં વિવેકશક્તિની મોટી ખામી દેખાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org