________________
તૃતીય ખંડ
૩૦૭: વિચારધારાઓમાં કેઈ યુક્ત, કઈ અયુક્ત તે કેઈ યુક્તાયુક્ત હોઈ શકે છે પરંતુ ક્રિયાકાંડની વસ્તુ નેખી છે ભગવસ્ત્રાર્થના કે આત્મભાવનાની ક્રિયાનું બાહ્યરૂપ શરીરનાં અંગોપાંગ સાથે, બાહ્ય ઉપકરણે સાથે અને દિન-રાતના તથા સાપ્તાહિક, પાક્ષિક, માસિક કે વાર્ષિક રૂપે પસંદ કરેલા વખત સાથે સંબંધ રાખતું હોવાથી તે કિયા જુદા જુદા દેશ-કાળના રંગઢંગ પ્રમાણે, જુદા જુદા માણસે કે વર્ગની રુચિ પ્રમાણે હમેશાં સહેજપણે ભિન્નભિન્ન રીતની જ હોય. ભિન્ન-ભિન્નતા કે વૈવિધ્ય એ બાહ્ય ક્રિયાને કુદરતી સ્વભાવ છે. આ વાત બહુ જ સીધી સાદી છે, છતાં કિયાભેદ પર અણગમો ધરાવી તકરાર કરવા જેઓ ઊતરી પડે છે તે તેમની ખરેખર ગેરસમજ છે. - હવે અહીં એ સમજી લેવાની જરૂર છે કે દાર્શનિક મન્તવ્ય અને ક્રિયાકાંડ એ વસ્તુઓની જુદાઈને લીધે ધર્મમાં જુદાઈ આવી શકતી નથી. હજારે માણસમાં દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની રીતિ-પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવાં છતાં યે એઓ (એ બધા) સત્ય-અહિંસારૂપ એક ધર્મમાં માનનાર હોય તે એક ધર્મના હોઈ શકે છે.
એ વાત સ્પષ્ટ છે કે ધાર્મિકતાનું માપ ધમથી (જીવન ધર્મના નિર્મળ રગે જેટલું રંગાયું હોય તે પરથી) થાય, દાર્શનિક પટુતાથી કે ક્રિયાકાંડના બાહ્ય આચરણ પરથી નહિ. તેમ જ એ પણ ખુલ્લું છે કે જીવનને ઉદ્ધાર એક માત્ર ધર્મથી ( અહિંસા-સત્યરૂપ સધર્મના પાલનથી) છે, કેરાં દાર્શનિક મન્તના સ્વીકારથી કે કેરાં ક્રિયાકાંડથી નહિ આમ છતાં ભિન્નભિન્ન પ્રકારના દાર્શનિક વાદે પૈકી કોઈ પણ વાદ કોઈ માણસના પવિત્ર ધર્મસાધનામાં સહારે આપતે હોય અને કઈ પદ્ધતિનું ક્રિયાકાંડ એના પવિત્ર ધર્મ સાધનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org