________________
મહાવીરની નિરૂપણશૈલી જુદી છે. મહાવીરની એ વિશિષ્ટ શિલીનું નામ જ “અનેકાન્તવાદ.” વસ્તુનું પૂર્ણતયા યથાર્થ દર્શન થવું કઠિન છે. જેમને તે થાય તેમને પણ તેનું તે જ રૂપમાં શબ્દો દ્વારા ઠીક ઠીક કથન કરવું કઠિન જ છે. દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના ભેદના કારણે તે બધાનાં કથનમાં કંઈ ને કંઈ ભિન્નતા, વિરુદ્ધતા દેખાઈ આવે એ અનિવાર્ય છે.
પૂર્ણ દશ મહાપુરુષેની વાત જવા દઈ લૌકિક જગની વાત કરીએ તે લૌકિક મનુષ્યમાં પણ અનેક સત્યપ્રિય યથાર્થવાદી હોય છે, પણ તેઓ અપૂર્ણદર્શી હોય છે અને પિતાને અપૂર્ણ દર્શનને રજૂ કરવાની તેમની અપૂર્ણતા હોય છે. અતઃ સત્યપ્રિય મનુષ્યની પણ સમજમાં ક્યારેક ક્યારેક ભેદ આવી જાય છે, અને સંસ્કારભેદ એમાં ઔર વળી પારસ્પરિક ટક્કર પેદા કરી દે છે. આમ પૂર્ણદશી તથા અપૂર્ણ દશી બધા સત્યવાદીઓ દ્વારા અંતમાં ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ પ્રસ્તુત થઈ જાય છે, અથવા બીજા લે કે એમની પાસેથી અથવા એમના દ્વારા એવી સામગ્રી પેદા કરી લે છે.
આવી વસ્તુસ્થિતિ જોઈ મહાવીરે વિચાર્યું કે એ માર્ગ કાઢવે જોઈએ, જેથી વસ્તુનું પૂર્ણ યા અપૂર્ણ સત્યદર્શન કરવાવાળા સાથે અન્યાય ન થવા પામે. બીજાનું દર્શન અપૂર્ણ અને આપણુ પિતાથી વિરુદ્ધ હોવા છતાંય જે સત્ય હોય, અને એ જ પ્રમાણે, આપણું પિતાનું દર્શન અપૂર્ણ અને બીજાથી વિરુદ્ધ હોવા છતાં જે સત્ય હોય તે એ બંનેને ન્યાય મળે એવે માર્ગ કાઢવો જોઈએ. એ માર્ગ તે અનેકાન્તદષ્ટિ. આ ચાવીથી તે સંતપુરુષે વૈયક્તિક તથા સામૂહિક જીવનની સ્થાપસિક અને પારમાર્થિક સમસ્યાઓનાં તાળાં ખેલી દીધાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org