________________
ગ્રન્થને ઉપદેશસાર
બધા મહાપુરુષે સત્યશોધક અને સયગ્રાહક હોવા છતાં સત્યની ખેજ અને તેને નિરૂપવાની પદ્ધતિ તે બધાની એકસરખી હોતી નથી. બુદ્ધની# જે નિરૂપણશૈલી છે તેનાથી
*બુદ્ધદેવની પ્રકૃતિ તત્કાલીન પરસ્પર વિરોધી વાદથી અલિપ્ત રહેવાની હતી, એટલે જ તેઓ તે વખતના દાર્શનિક પ્રશ્નો, જે તેમની સામે ઉપસ્થિત હતા તેને એક પ્રકારે “અસ્પૃશ્ય”(અવ્યાકૃત, અર્થાત ખુલાસો યા નિરૂપણ ન કરી શકાય તેવા) કહી દેતા. દાખલા તરીકે, જીવને નિત્ય પણ તેમનાથી કહેવાય નહિ, અને અનિત્ય જે કહે તે ચાર્વાકસદશભૌતિકવાદિસમ્મત “ઉછેદવાદ' ગળે વળગે, એટલે તેઓ એવા પ્રશ્નોને “અવ્યાકૃત” કહી દઈ જન્મ-મરણના ઉચ્છેદની વાતને પિતાના ઉપદેશનો વિષય જણાવતા. ત્યારે મહાવીરદેવની પ્રકૃતિ બધા વિરોધી વાદોને જુદા જુદા દષ્ટિકોણથી સ્પર્શવાની હતી. તેઓ એવા પ્રશ્નોને સાપેક્ષ રીતે હલ કરતા. દાખલા તરીકે તેઓ જીવને નિત્ય તથા અનિત્ય વેક શાશ્વત તથા અશાશ્વત, જીવ અને શરીરને ભિન્ન તથા અભિન્નજુદા જુદા દષ્ટિબિંદુથી-જણાવી તેનું સમર્થન કરતા. એવા પ્રામાણિક ( કહેવાતા) વિરેનાં તેઓ યુક્તિસર સમાધાન કરતા. આવા અનેક પ્રશ્નોના સાપેક્ષ પ્રકારે મહાવીરે કરેલા ખુલાસા આજે તેમના મૂળ આગમોમાં મળે છે, જે તે મહાપુરુષની વ્યાપક પ્રતિભાનું દ્યોતન કરે છે.
બુદ્ધની સમન્વયદષ્ટિ નહોતી એમ નહિ; તેઓ પણ વિભજ્યવાદના નામે અનેકાંતવાદી હતા-અમુક અંશે. “સિંહ”સેનાપતિએ જ્યારે એમને પૂછયું કે લોકો આપને “અક્રિયાવાદી” કહે છે તે શું ઠીક છે? ત્યારે તેમણે કહેલું કે શુભ ક્રિયા કરવાનો ઉપદેશ કરું છું માટે ક્રિયાવાદી છું અને અકુશલ ક્રિયા ન કરવાને ઉપદેશ કરું છું માટે અક્રિયાવાદી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org