________________
: ૩૦૪ :
જૈન દર્શન પ્રમાણું” ન ચાલે. આજના શતિભાશાલી પ્રાણોના વિચારે શાસ્ત્ર પરંપરાથી વિરુદ્ધ જણાતા હોય તે યે તેથી ન ભડકતાં તે વિચારને સમતાથી વિચારવા જોઈએ. અને તે ઠીક લાગે તે સત્યશૈધકની હેસિયતથી તે વિચારેને પિતાની વિચારપુંજીમાં ભેળવવા જોઈએ. કોઈના પણ વિચારો જેટલે અંશે યુક્ત–ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી જોઈએ. એ સત્યપૂજા યા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે.
સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને ઉપયુક્ત છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ. ઉથલાવવા જાય તે તે પિતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહોંચની બહાર હોય તે સામે તે વિરોધ કરવાની શક્યતા જ ક્યાં છે? તેવી બાબતમાં ગમ ન પડે તે યે ચૂપકી જ રાખવી પડે. પરંતુ બુદ્ધિવિરુદ્ધ હોય [ બુદ્ધિ વાંધો ઉઠાવે ] એવું, લેકદિતવિરુદ્ધ હોય એવું તત્વ શાસ્ત્રથી માની લેવાય નહિ “બૃહસ્પતિસ્મૃતિમાં
વ શાત્રનાઝિરથ રથ ત્રિનિર્ણયઃ .. युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ।। અર્થ-કેવળ શાસ્ત્રને આશ્રય લઈને કર્તવ્યને નિર્ણય કરવાનું નથી. કેમ કે જે વિચાર યુતિથી વિરુદ્ધ હોય તેને અનુસરવાથી ધર્મની હાનિ થાય છે.
શાસ્ત્ર પરીક્ષણ માટે કહ્યું છે– यथा चतुभिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदन-ताप-ताडनैः । तथैव शास्त्रं विदुषा परीक्ष्यते श्रुतेन शोलेन तपो-दयागुणः।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org