________________
તૃતીય ખંડ
: ૩૭૩ ? સજાય છે. આમ અનુભવનું સ્થાન ઘણું ઊંચું છે, શાસગ્રંથની ભૂમિથી બહુ ઊંચે છે. - દુનિયામાં શાસ્ત્રોના પ્રવાહ કેટલી ભિન્નભિન્ન વિચારધારા એમાં વહી રહ્યા છે? એમના (શાસ્ત્રોના) પ્રણેતા કવિઓ સમાન ભૂમિકાના નથી. તે બધાની આન્તરિક નિર્મલતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યો વચ્ચે કેટલા અને કેવા મતભેદો જોવામાં આવે છે ! અને સ્વમંતવ્ય વિષે સમતુલા ન રહેતાં આગ્રહાતિરેકના પ્રદર્શનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. અષિઓ અને આચાર્યોનાં પરસ્પર ખંડનમંડનથી ભરેલા શાસ્ત્રો કંઈ ઓછા છે? આ પ્રકારના વિકટ વાવંટોળથી મુંઝાઈ અખા ભગત બેલી ગળે કે – અખો કહે અંધારે કૂવે, ઝઘડો ચુકાવી કે ન મુએ.
કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન બનતાં પિતાની પ્રજ્ઞારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કઈ પણ શાસ્ત્ર-જળ યા ઉપદેસ -જળને પિતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. પૂજ્ય સંત હરિભદ્રાચાર્યનું પણ એ જ કહેવું છે. શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી “મરજીવા” થઈ મોતી કાઢવાનાં છે. એ રીતે શાસ્ત્રોથી કામ લેવાનું છે. પણ ડૂબી મરવા માટે કઈ એક શાસ્ત્રને કૂ બનાવવાને નથી.
આર્ષ, પારમષ શાસ્ત્રોમાં જ્ઞાનસંપત્તિ તથા પવિત્ર વિચારસંપત્તિ ઘણી ભરી છે, છતાં શાસ્ત્રો લાંબા ભૂતકાળના અનેક ઝંઝાવાતામાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણ, શાસ્ત્રોના અવલેકનમાં, પિતાની સહજ તટસ્થ બુદ્ધિ યા પ્રજ્ઞાના ઉપગને સાથે રાખવાની આવશ્યકતા સૂચવે છે. કેરું “બાબાવાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org