________________
તૃતીય ખડ
: ૩૦૫ : અર્થાત્ જેમ સુવર્ણનું પરીક્ષણ ઘર્ષણ, છેદન, તાપન અને તાડન એમ ચાર પ્રકારથી થાય છે, તેમ શાસ્ત્રનું પરીક્ષણ ક્ષત. શીલ, તપ અને દયા (અહિંસા) એ ચાર ગુણેથી થાય છે. જેમાં પ્રત્યક્ષ અને બુદ્ધિથી અવિરુદ્ધ (અબાધિત), અર્થાત પ્રત્યક્ષ તથા બુદ્ધિ વધે ન ઊઠાવે એવું (શ્રેમૂલક) શ્રત (તત્ત્વજ્ઞાન) હય, જેમાં સદાચરણને મુખ્ય પ્રતિષ્ઠા આપવામાં આવી હોય, જેમાં જીવનના ઊધ્વીકરણમાં સહાયભૂત થાય એવા સપનું વિધાન કરવામાં આવ્યું હોય અને જેમાં અહિંસાદયાનું કર્તવ્યરૂપે વિવેકપૂર્ણ નિરૂપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર [ આદરણીય શાસ્ત્ર છે. એવા શાસદ્વારા પ્રતિપાદિત સ્વાધ્યાય, શીલ, તપ, અહિંસાને સમાગ એ ધર્મ છે-કલ્યાણ માર્ગ છે.
અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશંસનીય છેપણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મજા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, બૌદ્ધત્વ યા વૈષ્ણવત્વના ઊંચા વિશુદ્ધ આદર્શ પર જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે. કેમકે જે સમજપૂર્વક સન્માર્ગની દીક્ષા અંગીકાર કરે છે તે એ માર્ગની પરંપરામાં કસ્તર કે કચરા જેવું જે આવી પડેલું હોય છે તેને ખસેડવાને વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્વને દૂર કરી પિતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે.
જૈન, બૌદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનોવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગ જુદા જુદા માર્ગગામી બને છે, પણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org