________________
તૃતીય ખંડ
: ૨૦૭૪ સમ્યગ્દષ્ટિના ] આધાર પર સમ્યકત્વવાન હાઈકે થઈ શકે છે. અન્યલિંગ’વાળા કે અન્ય સમ્પ્રદાયવાળાને જૈન દર્શન સમ્મત ધર્માસ્તિકાય” વગેરે પદાર્થોની ખબર ન હોય, એમ છતાં આત્મશ્રદ્ધાના બલિષ્ઠ પાયા ઉપર સચ્ચરિતશાલી બની વાત રાગતાની દિશામાં પૂર્ણ પ્રગતિ સાધી “અન્યલિંગેન્દ્ર સિદ્ધા”ના સૂત્ર મુજબ મુક્તિને-કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. “સંવર', આસવ', “નિર્જરા” વગેરે શબ્દો જેણે સાંભળ્યા જ નથી એ માણસ પણ હિંસાદિના રસ્તે આત્માનું અહિત છે અને એનું હિત અહિંસા-સત્ય–સંયમના રસ્તે છે એમ જે બરાબર સમજતે હોય તે તે સમ્યગ્દષ્ટિ છે. એ સમજ સમ્યગ્દષ્ટિની સમજ છે, એ સમજ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. હા, એ સમજ પાકા વિશ્વાસરૂપ હોવી જોઈએ. કેમકે સમ્યગ્દષ્ટિ તરીકે મનાતી શ્રદ્ધામાં વિશિષ્ટ પ્રકારના વિશ્વાસનો ભાવ સમાયેલું છે.
શરીરની અંદર, પણ શરીરથી જુદું અને વિલક્ષણ ગુણવાળું આત્મતત્ત્વ છે અને તે યોગ્ય પ્રક્રિયાથી જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ શકે છે એવી શ્રદ્ધા ધરાવવી તેનું નામ સમ્યકત્વ (સમ્યગ્દષ્ટિ). આવી માન્યતા યા શ્રદ્ધા કેઈ એક જ ધર્મ–સમ્પ્રદાયવાળા ધરાવી શકે અને બીજ ન ધરાવી શકે એવું કંઈ જ નથી. કેઈ પણ આત્મવાદી ધર્મ–સમ્પ્રદાયવાળા * યશવિજય ઉપાધ્યાય કહે છે કે –
अन्यलिंगादिसिद्धानामाधारः समतैव हि । रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजनता ।। २३ ।।
( અધ્યાત્મસાર, સમતાધિકાર) અર્થાતઅન્યલિંગ' વગેરે અવસ્થામાં સિદ્ધ થનારાઓને આધાર સમતા સમભાવ જ છે. એ સમતાના બળે રત્નત્રયની (સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની) પ્રાપ્તિ થવાથી તેઓ ભાવ જેન બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org