________________
: ૨૯૬
જૈન દર્શન ઉલ્લેખ દ્વારા જ્ઞાન અને ક્રિયા (ક્રિયા એટલે ચારિત્ર) એ બેના સહાગને પણ મોક્ષમાર્ગ જણાવ્યા છે. ત્યાં દર્શનનો (શ્રદ્ધાન) જ્ઞાનમાં સમાવેશ છે. જ્ઞાનવિશેષ ga ma”* [ સમ્યકત્વ જ્ઞાનવિશેષનું જ નામ છે] એમ પૂર્વકાલીન કૃતધર ત્રષિઓનું કથન છે.
શ્રદ્ધાના વિષયમાં જરા વધુ સ્પષ્ટીકરણ કરીએ.
આત્માને સ્પશે એવી તત્વ શ્રદ્ધા જ શ્રદ્ધા [કલ્યાણ શ્રદ્ધાના સ્થાને સમજવાની છે. જે તની શ્રદ્ધા આત્મજીવનમાં પ્રેરણાદાયી આંદોલન જગાવે, દષ્ટિમાં વિકાસગામી પલટો લાવે એ જ મંગલરૂપ તવશ્રદ્ધા શ્રદ્ધાના સ્થાને છે. એ તત્ત્વશ્રદ્ધાના વિષયભૂત તો છે આત્મા, પુણ્ય-પાપ, પુનર્જન્મ અને મેક્ષ તથા મેલને માર્ગ. આ તની શ્રદ્ધા–સાચી સમજ સાથેની શ્રદ્ધા–પાકા વિશ્વાસરૂપ શ્રદ્ધા એ જ આધ્યાત્મિક જીવનમાં ઉપગિભૂત શ્રદ્ધા છે, અને એને જ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન યા સમ્યકત્વ કહી શકાય. આ “સમ્યક્ત્વ” માટે સ્વર્ગ–નરકનાં વૈદિક, બાદ્ધ કે જેન વાડમયમાં કરેલાં વૈવિધ્યપૂર્ણ પૌરાણિક વસ્તુવર્ણનમાં આસ્થા હોવી અનિવાર્ય નથી. જે માણસને આમામાં, આત્માની સુગતિ-દુર્ગતિમાં અને આત્માના પૂર્ણ વિકાસની શક્યતામાં શ્રદ્ધા છે તે સમ્યકત્વશાલી છે. એ શ્રદ્ધા જીવનને અમૃતરૂપ હોઈ અમૃતશ્રદ્ધા છે. એ જીવનને-જીવનયાત્રાને મોટામાં મોટું આલંબન છે.
સમ્યકત્વરૂપ શ્રદ્ધામાં વરૂદ્રવ્યેની શ્રદ્ધાની શરત પણ અનિવાર્ય નથી. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની જેને ખબર નથી તે પણ પિતાની–આત્માની શુભ દૃષ્ટિના [કલ્યાણસાધન વિષેની
• વિશેષાવશ્યક ભાગની ૧૧૭૪મી ગાથાની વૃત્તિમાં.
તે પણ નથી. એમાં કો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org