________________
તૃતીય ખંડ
: ૨૯૩ : ઔષધની ગäસતાની ખાતરી હોય, તેની માહિતી હેય અને તેનું યથાયોગ્ય સેવન કરાય તે બીમારી દૂર થાય છે, તેમ દુઃખથી મુક્ત થવા માટે અથવા સુખ યા મેક્ષ માટે તેના માર્ગ વિષેની શ્રદ્ધા, તે માર્ગ વિષેનું જ્ઞાન અને તે માગે ચાલવારૂપ આચરણ જરૂરી છે. એ ત્રણે ભેળાં થાય ત્યારે જ દુઃખમુક્તિ અથવા સુખ યા મેક્ષની પ્રાપ્તિ થાય મતલબ એ છે કે ઈષ્ટસિદ્ધિને સાધનભૂત ઉપાય કે માગ એમ ને એમ ઈષ્ટ સાધક થઈ શકે નહિ, પણ તે સાધનભૂત ઉપાય કે માર્ગનું સાચું જ્ઞાન જોઈએ, તેમાં શ્રદ્ધા જોઈએ, તેમ જ તે સાધનભૂત ઉપાયને યથાયોગ્ય પ્રયોગ કરવારૂપ અથવા તે માર્ગે ચાલવારૂપ આચરણ જોઈએ.
ઉપર ઔષધનું ઉદાહરણ આપ્યું છે તે બાબતમાં કઈ એમ રજુઆત કરે કે ઔષધનું જ્ઞાન અને તેનું સેવન એ બે જ પર્યાપ્ત છે, અર્થાત્ સાચા ઔષધનું યથાયોગ્ય સેવન જ પર્યાપ્ત છે, ત્યાં શ્રદ્ધાને શું અવકાશ? પરન્તુ એમાં પણ શ્રદ્ધાની જરૂર છે. ઔષધને તાત્કાલિક ફાયદે ન માલૂમ પડતાં માણસ અધીરે થઈ ઔષધને છેડી દેવા તૈયાર થાય છે, તે તેમ ન કરે અને યોગ્ય સમય સુધી ઔષધનું રીતસર સેવન જારી રાખે એ માટે શ્રદ્ધાની પણ ઉપગિતા છે.
વિષભક્ષણ અજાણતાં થઈ ગયું હોય તે ચે મારક થાય છે, તેમાં શ્રદ્ધા–અશ્રદ્ધાને કંઈ જ સંબંધ નથી, તેમ સાચું ઔષધ ગુણકારક યા પરિણામકારક થાય છે, તેની જોડે શ્રદ્ધા અશ્રદ્ધાને કંઈ જ સંબંધ નથી એ વાત માની લઈએ તેયે સુખ યા કલ્યાણના માર્ગરૂપ સત્ય-સંયમમાં તે શ્રદ્ધાની જરૂર છે જ. શ્રદ્ધા હોય તે જ એ માર્ગમાં સ્થિર રહી શકાય. અતઃ સુખ અથવા કલ્યાણના માર્ગરૂપ સત્ય-સંયમ એ શ્રદ્ધાને, જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org