________________
: ૨૯૦ :
જૈન ન
ફરમાવેલ સન્માગ ના પૂજક અનવુ તે ભક્તિ, અને એ સન્માર્ગ પર ચાલવુ' તે ક་-આ પ્રમાણે જ્ઞાન-ભક્તિ-કર્મીના પરસ્પર નિષ્ટ સખ`ધ છે.
આના
વિશેષરૂપે વિચાર કરતાં જોઈ શકાય છે કે ભક્તિ સાથે ( ભક્તિભાવમાં ) જ્ઞાન ભળેલું જ છે. ભક્તિપાત્રને ઓળખ્યા વગર તેના ઉપર ભક્તિ કેમ ઊપજે? શક્તિપાત્રની વિશિષ્ટતાનુ જ્ઞાન થયા પછી તેના તરફ જે સાત્ત્વિક શુભ આકષ ણુ પેદા થાય છે તે ભક્તિભાવ નામથી ઓળખાય છે. આમ ભક્તિની પાછળ ભક્તિપાત્રની વિશિષ્ટતાનું જ્ઞાન રહેલુ જ છે, તેમ જ, ( એ ભક્તિપાત્રના ) સત્સંગે મારો ઉદ્ધાર સધાઈ શકે' એ પ્રકારનું પણું જ્ઞાન અથવા પ્રતીતિ કે સંવેદન રહેલુ છે. આમ ભક્તિના મૂળમાં જ્ઞાન રહેલું જ છે. જ્ઞાન વગર ભક્તિ શુ? જ્ઞાનના આધાર પર ભક્તિ નીયજે છે. દૂધમાં જે સ્થાન સાકરનું છે તે સ્થાન જ્ઞાનમાં ભક્તિનુ છે. દૂધમાં સાકર ભળતાં એ એક મિષ્ટ દ્રવ્ય બની જાય છે, તેમ જ્ઞાનમાં ભક્તિ ભળતાં એ એક વિશિષ્ટ તત્ત્વ બની જાય છે. ભક્તિપાત્રની વિશિષ્ટતાનું જ્ઞાન થયા પછી એના તરફ, ઉપર કહ્યું તેમ, કલ્યાણુરૂપ આકણ અથવા શુભ સાત્ત્વિક ભક્તિભાવ જ્યારે પેદા થાય છે ત્યારે તે જ્ઞાનમાં ભક્તિરસ ભળ્યા. કહેવાય છે. આમ જ્ઞાનમાં ભક્તિ ભળતાં એ સુ'દર મિશ્રિત રસ બને છે.
અને એ સમજી શકાય તેવું છે કે જેની જેના તરફ ઉન્નત ભક્તિ હાય છે તે તેને અનુસરે છે, તે તેમાં તન્મય અને છે, તેની આજ્ઞાને આધીન થાય છે, તેના માર્ગે ચાલે છે, તે તેમાં અર્પિત થાય છે. અને આગળ વધી સ્વાભાવિક રીતે, ભક્તજન પેાતાના ઉપાસ્ય જેવા બનવા ઉત્કંઠિત થાય છે અને તેના પગલે ચાલી તેના જેવા મનવા મથે છે તેના
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org