________________
: ૨૮૬ :
જૈન દર્શન પિષાય છે. સીધી રીતે આપણા કર્મ(ભાગ્ય)માં ફેરફાર કે તેનું નવવિધાન કે વિઘાતન કરી શકે એ કે ઈશ્વર કે ભગવાન નથી. પણ એને (ભગવાનને) આશ્રય લેવાથી જે ધર્મભાવના ખીલે છે, જે ધર્મસાધના બને છે, તે પિતાના પ્રમાણમાં કમ ( ભાગ્ય) ઉપર પણ જોર દાખવી શકે છે, એ દ્વારા અશુભ ભાગ્ય યા કર્મમાં ફેરફાર આણી શકાય છે, અશુભ કર્મને શુભમાં પલટાવી શકાય છે અને પ્રાયઃ તેને વિદારી પણ શકાય છે. કેઈ કર્મ કે ભાગ્ય કાયમ ટકતું નથી, તેની મુદ્દત પૂરી થતાં તેને જ્યારે અન્ત આવે છે, ત્યારે તેને ફલેદય ખતમ થાય છે. એ જ કારણ છે કે સારી સ્થિતિને હમેશાં ચાલુ ટકાવી રાખવા માટે તેને સાધન તરીકે શુભ ભાગ્યની સર્જન ક્રિયામાં (એ સર્જનક્રિયા બીજી કઈ નહિ, પણ સદાચરણ જીવનચર્યા હોઈ તેમાં) સુજ્ઞ માણસ સદા તત્પર રહે છે. એમ કરી એ પિતાને સદા સુખી બનાવે છે અને સાથે જ પોતાને વિકસિત તથા ઉન્નત બનાવતે જાય છે. ઉત્તરોઉત્તર વિકાસ પામતા જીવનના શુભ પ્રવાહમાં એ મહાન અપૂર્વ અવસર આવે છે, જ્યારે આત્મ-વિકાસની પૂર્ણતાએ પહોંચવાની ભૂમિકા સાંપડે છે, અને પુણ્ય પાપાતીત મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કર્મવાદને સદ્બોધ આત્મસાધક મુમુક્ષુને પિતાનું બુરું કરનાર માણસ ઉપર ક્ષમા રાખવામાં પણ કામ આવે છે, અને પિતાનું બુરું કરનાર માણસની બુરાઈને ન્યાય માગે શક્ય પ્રતીકાર કરનારને પણ બુરું કરનાર માણસ ઉપર વેરભાવ ન રાખતાં તેનાં પ્રત્યે ક્ષમા રાખવામાં કામ આવે છે.
મારે વિધી માણસ મારી તરફ જે દુર્વ્યવહાર કરે છે તે મારા કર્મના બળે કરે છે, મારૂં કર્મ એને હથિયાર બનાવી એની પાસે એમ કરાવે છે, માટે એ માણસ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org