________________
: ૨૮૪ :
જૈન દર્શન અને આચરણના સુસંસ્કારવાળા, ગમે તે જાતિ-કુલ–વંશના હોય, તેમને જૈનશાસ્ત્ર નીચ ગોત્રના નહિ, પણ ઉચ્ચ ગેત્રના ઉદયવાળા માને છે. અરે ! ચાંડાલ જાતિના પણ જેઓ ઉત્તમ ચારિત્રસમ્પન્ન બન્યા છે તેમને જૈન આગમોએ પૂજાવાચક શબ્દોથી સમ્માનિત કરી ઉલ્લેખ્યા છે.
(૨૧ જ્ઞાન-ભક્તિ-કમ
ઈશ્વરવાદની, અર્થાત્ ઈશ્વરના–ભગવાનના અસ્તિત્વના સિદ્ધાંતની ઉપગિતા અન્તઃકરણની નિર્મલતા સાધવામાં, ચારિત્ર ઘડવામાં અને જીવનવિકાસક પ્રેરણું પ્રાપ્ત કરી સન્માર્ગે પ્રગતિ કરવામાં બરાબર જણાઈ આવે છે. તેમ, કર્મવાદ અથવા ભાગ્યવાદની ઉપયોગિતા સુખ-દુઃખના સમયે સમતા જાળવી રાખવામાં અને સત્કાર્યમાં ઉવત થવામાં સ્પષ્ટ અનુભવાય છે. શુદ્ધ ઈશ્વરવાદી અથવા ભગવદુપાસક માણસ પ્રભુ તરફની પિતાની નિર્મળ ભક્તને વિકસાવી પોતાના ચારિત્રને સમુન્નત બનાવશે, અને એ રીતે ઈશ્વરવાદ એના જીવનને કલ્યાણકારક બનશે, તેમ, શુદ્ધ ભાગ્યવાદી એટલે કે “કર્મ'ના નિયમમાં માનનાર, સુખના વખતમાં ઘમંડ નહિ થાય અને દુઃખના સમયમાં દીન-હીન-કાયર નહિ બને, પરંતુ એ બધી પરિસ્થિતિઓને કર્મના ખેલે સમજી મનની સમતા (Balance of mind) જાળવી રાખશે, અને સત્કર્મ કે પુરુષાર્થના બળે દુઃખમાંથી રસ્તે કાઠી શકાય છે અને સન્માગ પર પ્રગતિ કરતા રહેવાથી પિતાના જીવનને અધિકાધિક સુખી બનાવી શકાય છે – એ પ્રકારની સુદૃષ્ટિથી પિતાના જીવનને સમુન્નત બનાવવા પ્રયત્નશીલ થશે. કર્મવાદ અને ઈશ્વરવાદના મહાન સિદ્ધાંતને નિષ્ક્રિયતા સાથે સંબંધ જ નથી. એ નિષ્ક્રિયતાને પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org