________________
: ૨૮૨ :
જૈન દર્શન એ તે માની શકાય તેવી વાત છે કે દુ:ખજનક પરિ સ્થિતિમાં પેદા થવું એ પાપોદયનું અને સુખજનક પરિસ્થિતિમાં પેદા થવું એ પુણ્યદયનું પરિણામ છે. આ પ્રમાણે, જેમ રાગી ઘરમાં, દુબુદ્ધિ યા બેવકૂફ પરિવારમાં અથવા દરિદ્ર-કંગાલ કુટુંબમાં પેદા થવું એ પાપકર્મના ઉદયનું પરિણામ છે, તેમ ખરાબ રાજશાસનવાળા મુલકમાં પેદા થવું એ પણ પાપોદયનું પરિણામ લેખી શકાય, અને એ જ પ્રમાણે ખરાબ સમાજરચનાવાળા સમાજમાં પેદા થવું એ પણ પાપોદયનું પરિણામ માની શકાય. રોગી વાતાવરણવાળા ઘરમાં પેદા થઈને માણસ વખત જતાં પિતાના તે ઘરને સુધારે અને આરોગ્યને અનુકૂલ બનાવે ત્યારની વાત ત્યારે, અને તે જ પ્રમાણે દરિદ્ર ઘરમાં કેઈ માણસ પેદા થઈને વખત જતાં પિતાના તે ઘરની આર્થિક સ્થિતિ સુધારે ત્યારની વાત ત્યારે, પણ જન્મતી વખતે દુઃખેત્પાદક પરિસ્થિતિમાં જન્મવું અને જ્યાં સુધી એ પરિ. સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી, એગ્ય પુરુષાર્થ કરવા છતાં ય જે સહન કરવું પડે તે પાપકર્મોયનું પરિણામ.
અહીં આપણે પ્રશ્ન સમાજરચનાને અંગે છે. ખરાબ સમાજ રચનાઓ પૈકી એક ખરાબ સમાજરચના એ છે કે “ વર્ણાશ્રમવ્યવસ્થા” જેવી પ્રણાલીની દૂષિત બનેલી ધારા મુજબ સમાજે જન્મને લીધે અને કામધન્વાને લીધે કેટલાક વર્ગોને ઉચ્ચ અને કેટલાક વર્ગોને નીચ માની લીધા છે. આવી દૂષિત સમાજ રચનાવાળા સમાજ કે મુલકમાં સમાજ-કવિપત નીચ વર્ગમાં પેદા થવાથી પેદા થનારને તે દૂષિત સમાજરચનાના ભેગ થવું પડે છે, પોતાને ઉચ્ચ માનનારા વર્ગો તરફથી હીન દૃષ્ટિ અને તેમના તરફનાં ધૃણ-અપમાન વગેરેના સત્તાપ સહન કરવા પડે છે. આ પ્રકારનું અન્યાઓ કલેશ- સહન સમાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org