________________
તૃતીય ખંડ
: ૨૮૧ : કરનાર માણસ જે દુરિત હોય અથવા પિતાના કર્તવ્યપાલનમાં દોંગાઈ કરતે હેય તે તે નીચ છે, અને શુદ્રને વ્યવસાય કરનાર માણસ જે સચ્ચરિત હોય અને પોતાનું કામ બરાબર બજાવતા હોય તે ઉચ્ચ છે. જન્મના કારણથી કેઈને ઉચ્ચ, નીચ કહી શકાય નહિ.
વસ્તુતઃ માણસમાં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શુદ્ધત્વ એ ચારે તને સંગમ હોવું જોઈએ. કેમકે જીવનચર્યામાં સ્વાધ્યાય યા વિદ્યોપાસના, બલ-શૂરાતન, કૃષિઆદિ વ્યાપારવિકાસ અને સેવાવૃત્તિ એ ચારે તની અમુક માત્રામાં જરૂર છે. એ ચારેની ઠીક ઠીક માત્રામાં મનુષ્યત્વ સંપન્ન થાય છે.
અને શરીરમાં મસ્તક, હાથ, પેટ અને પગ એ અંગમાં કેને ઉચ્ચ અને કોને નીચ કહીએ ? પગની એડી ઉપગિતા છે? તેમ પગના સ્થાનના શૂદ્રની ઉપયોગિતા એછી કેમ અંકાય ? એ બધાં અંગે પરસ્પર હળીમળીને ચાલે તે તેઓ જીવિત અને સુખી રહી શકે, અને જે વઢવા માંડે કે એકબીજાની અદેખાઈ કરી રિસાઈ બેસે તે એ બધાંને મરવાનો વખત આવે, તેમ બ્રાહ્મણાદિ વણે પરસ્પર ઉદારતાથી, વાત્સલ્યભાવથી હળીમળીને રહે તે એમાં એ બધાને ઉદય-અસ્પૃદય છે, અને બેટા ઘમંડમાં પડી એકબીજાને ધૂતકારવામાં એ બધાને વિનિપાત છે.
છેડે વધુ વિચાર કરીએ.
ઉચ્ચતા અને નીચતા પ્રકૃતિધર્મકૃત અને મનુષ્યસમાજે કપેલી એમ બે પ્રકારે ગણાવી શકાય. તેમાં પહેલાં આપણે બીજા પ્રકારની જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org